સાબરકાંઠા જીલ્લા નું મિની કાશ્મીર પોળો ફોરેસ્ટ માં જીલ્લા સમાહર્તાએ લગાવ્યો વધુ એક પ્રતિબંધ આવનાર 5 જૂન સુધી પ્લાસ્ટિક ની તમામ ચીજવસ્તુઓનાં ઉપયોગ સામે પ્રતિબંધ લગાવ્યો છે

 

સાબરકાંઠા જીલ્લા નાં વિજયનગર તાલુકા માં આવેલું પોળો ફોરેસ્ટ પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે પોળો ફોરેસ્ટ માં સોળે કળાએ ખીલી ઉઠતી વનસ્પતિ અને કુદરતી સોંદર્યને નિહાળવા માટે દેશ વિદેશનાં પર્યટકો મુલાકાતે આવતા હોય છે પોળો ફોરેસ્ટમાં શનીવાર રવિવાર અને રજાના દિવસો માં હજારોની સંખ્યા માં પર્યટકો ઉમટી પડતાં હોય છે ઉત્તર ગુજરાત નું મિની કાશ્મીર તરીકે ઓળખાતું પોળો ફોરેસ્ટ નાં જંગલો માં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે

 

પોળો ફોરેસ્ટ ની કુદરતી સોંદર્ય અને ડુંગરો વરચે અહીંયાં પ્રાચીન કાળનાં જોવા લાયક ધાર્મીક સ્થળો પણ આવેલા છે દિવસે ને દિવસે અહીંયાં આવતાં પ્રયટકો આ કુદરતી સોંદર્ય અને લીલી વનસ્પતિ થી ખીલી ઉઠેલા ડુંગરો ની વરચે ભારે ઉકળાટ વચ્ચે ઠંડક નો અહેસાસ અનુભવે છે. ત્યારે હજારો ની સંખ્યા માં પર્યટકો ને ધ્યાને રાખી સાબરકાંઠા જીલ્લા સમાહર્તાએ આવનારી 5 જૂન સુધી પોળો ફોરેસ્ટ માં પ્લાસ્ટિક ની તમામ ચીજવસ્તુઓ નાં વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાયો છે

 

5 જૂન સુધી પોળો ફોરેસ્ટ ખાતે પ્લાસ્ટિક ની તમામ ચીજવસ્તુઓ નો ઉપયોગ કરનાર વ્યક્તિ સામે કલમ 188 મુજબ કાયૅવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કુદરતી સોંદર્ય અને લીલી વનસ્પતિ વરચે પોળો ફોરેસ્ટ નાં જંગલો માં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ અને પર્યાવરણ ને નુકસાન નો થાય તેનું ઘ્યાન રાખી પોળો ફોરેસ્ટ ખાતે પ્લાસ્ટિક ની તમામ ચીજવસ્તુઓ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.