કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ: 13મીએ નામાંકનનો છેલ્લો દિવસ
ગુજરાતની ત્રણ, બંગાળની છ અને ગોવાની એક સહિત રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ યોજનારી ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું પ્રસિધ્ધ થશે. કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તીથી 13મી જુલાઇ છે.
આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. 13મી જુલાઇના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 14મી જુલાઇના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 17મી જુલાઇ છે. 24મી જુલાઇના રોજ સવારે 9 થી સાંજના 4 કલાક સુધી મતદાન યોજાશે ત્યાર બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં ઉતારે તો ભાજપના ત્રણેય ઉમેદવારો બિન હરિફ જાહેર કરાશે.