ઔદ્યોગિક, વાણીજય, રહેણાંક અને શાંત વિસ્તારમાં કયારે કેટલી માત્રામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે તે અંગે જાહેરનામાં દ્વારા કરાઇ સ્પષ્ટતા
ગણેશમહોત્વ અને નવરાત્રી દરમિયાન મોટા અવાજ સાથે સાઉન્ડ સિસ્ટમ વગાડવા અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી ઔદ્યોગિક, વાણીજય, રહેણાંક અને શાંત વિસ્તારમાં કયારે અને કેટલી માત્રામાં અવાજ સાથે સાઉન્ડ સિસ્ટમ વગાડી શકાશે તે અંગે જાહેરનામાં દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
લગ્ન પ્રસંગમાં વગાડવામાં આવતા સાઉન્ડ, દિવાળી નિમિતે ફટાકડાના કારણે થતા મોટા અવાર, ગણેશ મહોત્સવ દરમિયાન વાગતા સાઉન્ડ, નવરાત્રી દરમિયાન થતી સાઉન્ડ સિસ્ટમ કેટલી માત્રામાં અવાર અને રાતે કયાં સુધી વગાડવી તે અંગેના નિતિ નિયમ સાથે બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઔદ્યોગિક વિસ્તારમાં સવારના છ થી રાતના દસ વાગ્યા સુધી 75 ડેસીબલ, વાણીજય વિસ્તાર 65 ડેસીબલ, રહેણાંક વિસ્તારમાં 55 ડેસીબલ અને હોસ્પિટલ જેવા સાયલન્ટ ઝોનમાં 40 ડેસીબલ અવાજ કરવાની છુટ આપવામાં આવી છે.
નવરાત્રી દરમિયાન રાતના બાર વાગ્યા સુધીની સુપ્રીમ કોર્ટ દ્વારા મયાદિત ડેસીબલ અવાજ સાથે સાઉન્ડ સિસ્ટમ વગાડવાની છુટ આપવામાં આવી ઉદ્યોગિક વિસ્તારમાં મશીનરીનો અવાજ રાતના દસ વાગ્યા સુધી તે રીતે લગ્ન પ્રસંગમાં પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ રાતના દસ વાગ્યા સુધી જ કરવાની છુટ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નિર્દેશ આપ્યો છે.
ઉત્સવ પ્રિય પ્રજાને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું સુરક્ષા કવચ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગણપતિ ઉત્સવમાં પંડાલમાં દર્શનાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા આયોજકો કરે તે માટે સૂચના અપાઈ છે.ગણપતિ મહોત્સવ માં ડી.જે પર જે ગીતો વગાડવામાં આવે છે તેના પર ધાર્મિક લાગણી ન દુભાઈ તે ખાસ લોકો ધ્યાન રાખે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસર્જનના જે સ્થળો નકકી કરવામાં આવ્યા છે એ જ સ્થળો પર શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવે તેવી લોકોને અપીલ છે.મેળામાં આનંદ મેળવ્યો તે જ રીતે શાંતિપૂર્ણ ગણેશ ઉત્સવમાં આનંદ મેળવશો.શાંતિ થી ઉત્સવ ઉજવશો.કોઈ પણ તકલીફ પડે તો રાજકોટ શહેર પોલીસ તમારી સાથે ઉભી રહેશે તેવું ખાતરી પોલીસ કમિશ્નરે આપી છે.