25મી નવેમ્બરે મહાપાલિકાની હદમાં તમામ પ્રકારના કતલખાના બંધ કરવા, માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ તથા સ્ટોરેજ પર પ્રતિબંધ
આગામી 25મી નવેમ્બરના રોજ સાધુ વાસવાણી મીટ લેસ ડેની ઉજવણી કરવામાં આવતી હોવાના કારણે રાજકોટ મહાનગર પાલિકાની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે પ્રસિદ્વ કરેલા જાહેરનામામાં આગામી 25મી નવેમ્બરે કોર્પોરેશનની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ઉપરાંત માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું પણ જણાવવામાં આવ્યું છે.