ચૂંટણી નજીક છે ત્યારે નવી જાહેરાતો કરીને રેલવે લોકોને આકર્ષી શકશે નહીં

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચુંટણીને ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે ચુંટણી મંત્રાલયે નવા રેલવે ટાઇમટેબલ તેમજ નવી ટ્રેનોની જાહેરાત  કરવા પર પાબંધી લગાવી છે. ઇલેકટશન કમિશનના પત્ર પ્રમાણે ચુંટણી નજીક આવી રહી છે. માટે લોકોને આકર્ષમાં માટે નવા ટે્રન ટાઇમટેબલ જાહેર કરી તેમને મુંજવણમાં નખાશે નહીં. આ અંગે કોઇપણ પ્રકારની જાહેરાત થવી જોઇએ નહી.

જો કે રેલવે સ્ત્રોતોના આધારે તેમણે પહેલા જ સુચવ્યું હતું. કે ૭૦૦ ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફારો કરવામાં આવશે જેનો ઉદેશ લોકોને સુવિધા આપવાનો તેમજ તેમની મુસાફરીના સમયને ઘટાડવાનો છે તો અમુક ટ્રેનોની સ્પિડ પણ વધારવામાં આવશે. જો કે ઘણી એકસપ્રેસ ટ્રેનો સુપરફાસ્ટ કરવામાં આવી છે માટે તેના નંબરોમાં ફેરફારો થયા છે તેથી મુસાફરોને ગેરસમજ થાય છે પરંતુ હવે રેલવેને કોઇ પણ પ્રકારની પરિવર્તનો કે સમયસરણીની જાહેરાતો કરવા પર પાબંધી રાખવામાં આવી છે.

સુત્રોના જણાવ્યું મુજબ રેલવે તેના નવા ટાઇમટેબલ સાથે તૈયાર છે પરંતુ ઔપચારિક જાહેરાત રી શકશે નહીં. તેવો ચુંટણી પંચનો આદેશ છે જેના કારણ રેલવેએ અમુક રાજયોમાં વધુ સુવિધાજનક નવી ટ્રેનોને દોડાવવાની રદ રાખી છે. ઇલેકશન કમિશ્નરના પત્ર પ્રમાણે આ બન્ને રાજયોમાં કોઇ પ્રકારનીપબ્લીસીટી ચુંટણી સુધી ન કરવાનો આદેશ અપાયો છે. હિમાચલ પ્રદેશમાં આગામાં ૭ તારીખે ચુંટણી જાહેર થઇ છે તો ગુજરાતમા ૧૪ અને ર૦ તારીખો રાખવામાં આવી છે.

જો કે મુસાફરોને કોઇ તકલીફ થાય તો તેઓ રેલવે મિનિસ્ટ્રીને રજુઆત કરે તેની ઉપર તેઓ લખવા માટે સ્વતંત્ર છે ત્યારબાદ આ બાબતે નિરીક્ષણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.