કસ્તુરબા ધામ બેઠક માટે ભુપતભાઈ બોદર, કોલીથડ માટે સહદેવસિંહ જાડેજા, પારડી બેઠક માટે અલ્પાબેન તોગડીયા અને સરધાર બેઠક માટે નિલેશભાઈ વિરાણીને ટિકિટ
આગામી ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે.
આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા અને નાગદાનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આણંદપુર બેઠક માટે પૂજાબેન દેવજીભાઈ કારડીયા, આટકોટ બેઠક માટે દક્ષાબેન પરેશભાઈ રાદડીયા, બેડી બેઠક માટે સુમીતાબેન રાજેશભાઈ ચાવડા, બેડલા બેઠક માટે સવિતાબેન ભરતભાઈ ગોહેલ, ભાડલા બેઠક માટે મુકેશભાઈ નાથાભાઈ મેર, ભડલી બેઠક માટે વાલીબેન કાળુભાઈ તલવાડીયા, બોરડી સમઢીયાળા બેઠક ભુપતભાઈ કડવાભાઈ સોલંકી, ચરખડી બેઠક માટે અમૃતભાઈ ભલાભાઈ મકવાણા, દડવી બેઠક માટે કંચનબેન મુકેશભાઈ બગડા, દેરડી બેઠક માટે રાજેશભાઈ લખુભાઈ ડાંગર, ડુમીયાણી બેઠક માટે જાહીબેન નાથાભાઈ સુહા, જામકંડોરણા બેઠક માટે જ્યોત્સનાબેન જયંતિભાઈ પાનસુરીયા, કમળાપુર બેઠક માટે રામભાઈ સાકરીયા, કસ્તુરબાધામ બેઠક માટે ભુપતભાઈ બોદર, કોલીથડ બેઠક માટે સહદેવસિંહ જાડેજા, કોલકી બેઠક માટે જયંતીભાઈ બરોચીયા, કોટડા સાંગાણી બેઠક માટે શૈલેષભાઈ વઘાસીયા, કુવાડવા બેઠક માટે પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, લોધિકા બેઠક માટે મોહનભાઈ દાફડા, મોટી મારડ બેઠક માટે વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, મોવિયા બેઠક માટે લીલાવંતીબેન બટુકભાઈ ઠુંમર, પડધરી બેઠક માટે મનોજભાઈ પેઢડીયા, પાનેલી મોટી બેઠક માટે જયશ્રીબેન વિપુલભાઈ ગેડીયા, પારડી બેઠક માટે અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા, પેઢલા બેઠક માટે ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલીયા, પીપરડી બેઠક માટે સવિતાબેન નાથાભાઈ વાછાણી, સાણથલી બેઠક માટે નિર્મળાબેન ધનજીભાઈ ભુવા, સરપદડ બેઠક માટે સુમાબેન નાથાલાલ લુણાગરીયા, સરધાર બેઠક માટે નિલેશભાઈ વિરાણી, વિશરાજગઢ બેઠક માટે શૈલેશભાઈ ડોબરિયા, શિવરાજપુર બેઠક માટે હિમંતભાઈ ડાભી, સુપેડી બેઠક માટે ભાનુબેન ભીખાભાઈ બાબરીયા, થાણાગાલોળ બેઠક માટે પ્રવિણભાઈ કયાડા, વેરાવળ બેઠક માટે ગીતાબેન ટીલાળા, વિંછીયા બેઠક માટે નીતિનભાઈ રોજાસરા, વિરપુર બેઠક માટે અશ્ર્વિનાબેન ડોબરિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવારો આવતીકાલે શુભ વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરશે.
લેઉઆ પટેલ સમાજને અધધધ ૧૬ ટિકિટ: કોળી સમાજને ૮ ટિકિટ
જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો ઉપર લેઉઆ પટેલ સમાજને અધધધ ૧૬ ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોળી સમાજને પણ ૮ ટીકીટ આપવામાં આવી છે. કડવા પટેલ સમાજને ૨ ટીકીટ, આહીર સમાજને ૩ ટીકીટ, ખાંટ સમાજને ૧, દલિત સમાજને ૪ ટીકીટ, અનુ.આદિ જાતિને ૧ ટીકીટ અને ક્ષત્રિય સમાજને ૧ ટીકીટ આપવામાં આવી છે.