મીડિયા ક્ધવીનર તરીકે ડો. મનિષ દોશી અને સહ ક્ધવીનર તરીકે ડો. હેમાંગ રાવલની નિયુકિત: નિદત બારોટ સહિત 1પ પ્રવકતા નિમાયા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન થવાના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મીડિયા ક્ધવીનર, સહ ક્ધવીનર અને પ્રવકતાના નામો જાહેર કરવામાં આવ્યા છે મીડિયા ક્ધવીનર તરીકેની જવાબદારી યુવા અગ્રણી ડો. મનિષભાઇ દોશીની વરણી કરવામાં આવી છે. ત્યારે સહ ક્ધવીનર તરીકે હેમાંગ રાવલની નિયુકિત કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ઘ્યાનમાં રાખી લાઇવ ડિબેટ, ચૂઁટણી લક્ષી પક્ષની માહિતી પ્રચાર માઘ્યમ સુધી પહોચાડવા માટે ગઇકાલે મોડી રાત્રે મીડિયા ક્ધવીનર, સહ ક્ધવીનર અને 1પ પ્રવકર્તાના વફાદાર સૈનિક તરીકે કામ કરતા ડો. મનીષ દોશીને મીડિયાના ક્ધવીનર બનાવવામાં આવ્યા છે જયારે હેમાંગ રાવલને સહ ક્ધવીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
જયારે પ્રવકતા તરીકે ડો. મનીષ દોશી અને હેમાંગ રાવલ ઉપરાંત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ડો. કીરીટ પટેલ, મનહરભાઇ પટેલ, નૈશૈષભાઇ દેસાઇ, ડો. હિમાંશુ પટેલ, નરેન્દ્રભાઇ રાવત, શ્રીમતિ ગીતાબેન પટેલ, ડો. નિદતભાઇ બારોટ, પૃથ્વીરાજસિંહ કછવાડીયા, ડો. અમિત નાયક, શ્રીમતિ પ્રગતિબેન આહીર, હિરેનભાઇ બંકર અને રાનાબેન વોરાની નિયુકિત કરાય છે.