ગુરૂમા પ્રસાદ પુસ્તિકાની અર્પણવિધિ અને બહુમાન: પાળિયાદમાં પાંજરાપોળને એક લાખ અનુદાનની જાહેરાત
ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવના શાલીન સાંનિઘ્યે શાસન રત્ના પૂ.નર્મદાબાઈ મ.સ.ના ગુરૂમા ગુણોત્સવ પ્રસંગે અભિવંદનાયાત્રા ચતુર્વિધ સંઘ સહિત જન કલ્યાણ હોલમાં ધર્મસભામાં ફેરવાયા બાદ સુત્ર સંચાલક સંજય શાહના સથવારે ગુરુવંદના બાદ કંગનાની વિનંતીથી મંગલાચરણ બાદ નવીનભાઈ બચુભાઈ દોશીની અધ્યક્ષતામાં ગુરૂમાં વંદનાવલીનાં માધ્યમે જીવન ઝલકની પ્રસ્તુતિ મધ્યે સાધુતાના ભાવોને ઉજાગર કરવા રજોહરણ, પાત્રા, માળાના ચડાવાનો લાભ કુંદનબેન નવીનભાઈ દોશી, જગદીશ અને રેણુ મહેતા, દીપકભાઈ પટેલ તેમજ સાધના કુટીરનો ચંદ્રાબેન નટવરલાલ શાહ અને જીવદયા કળશનો જયસુખભાઈ અને રંજનબેન પટેલે લાભ લીધેલ.
કેસરબેન નરભેરામ શાહ, નિર્મલાબેન રમેશભાઈ શાહ (ઓમાનવાલા), એડવોકેટ યોગેશભાઈ મહેતા, ડો.નીરૂબેન મહેતા, વિજયાબેન એચ.કામદાર, રંજનબેન જે.પટેલ વગેરેએ અનુદાન જાહેર કરી એજયુકેશન યોજનાનો શુભારંભ કરેલ. ગુરૂમા ગુણોત્સવ પ્રસંગે અમેરિકાથી ખાસ આવેલા જગદીશ અને રેણુ મહેતા તથા જયસુખ અને રંજન પટેલે વ્યાખ્યાન સંગ્રહ સમ્યક્ સોપાન બનાવે ભગવાન, બોધ પ્રબોધ તેમજ પટેલ પરીવારના રમેશભાઈ પટેલ વગેરેએ ગુરૂમા પ્રસાદ પુસ્તિકાની અર્પણવિધિ કરેલ.
જે ગામમાં ગુરૂમાએ દીક્ષા ગ્રહણ કરેલ તેવા કાલાવડના સંઘપ્રમુખ પ્રફુલભાઈ મહેતા સહિત ૪૦ ભાવિકો તેમજ જામનગર, ધ્રોલ, પડધરી, મુંબઈ, અમેરિકા, અમદાવાદ, નિકાવા વગેરે અને રાજકોટના વિવિધ સંઘના ભાવિકોની હાજરીમાં ગુરૂમા પરીવારના મુકેશભાઈ રતિલાલ કોઠારીનું દીક્ષાર્થીના હસ્તે તિલક બાદ મોમેન્ટથી પ્રવિણભાઈ કોઠારીએ સન્માન કર્યા બાદ ડો.પ્રશાંત શેઠ અને કાજલબેન શેઠ તેમજ સિસ્ટર પુષ્પાબેનનું બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે પૂ.સુશાંતમુનિ મ.સા.તથા વિશાળ સંખ્યામાં બિરાજીત મહાસતીજી વૃંદના દર્શનથી સૌભાવવિભોર બન્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંઘસેવક ધીરૂભાઈ વોરાની આગેવાનીમાં ટ્રસ્ટીગણ, કમિટી, મહિલા મંડળ, યુથ ગ્રુપે સેવા બજાવી હતી. પાલિયાદ પાંજરાપોળને રૂ .૧ લાખનું અનુદાન જાહેર કરાયું હતું.