પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું ચુંટણીલક્ષી માર્ગદર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાલ માદરે વતન ગુજરાતી મુલાકાતે છે તેઓએ ગઇકાલે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના કોર કમિટીના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેકઠ યોજી હતી. તમામને વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી હતી. જે રીતે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અને કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસ થઇ રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ર0 થી ર3 ઓકટોબર વચ્ચે 1પમી વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે ટુંકમાં દિવાળી પહેલા આચારસંહિતા લાગુ થઇ જશે.
કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિતભાઇ શાહે ગઇકાલે રવિવારે સવારે ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો. ભારતીબેન શિયાળ, ઉપરાંત કોર કમિટિના સભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ અને ડો. ભરત બોધરા ઉ5સ્થિત રહ્યા હતા.
આગામી 10 અને 11 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન ફરી પી.એમ. 19મીએ ગુજરાતના પ્રવાસે આપશે અને રાજકોટ ખાતે પ હજાર કરોડનાા વિકાસનું કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય રોડ-શો યોજાશે. પ્રધાનમંત્રીનો આ ગુજરાતમાં અંતિમ પ્રયાસ હશે ર0 થી ર3 ઓકટોબરની વચ્ચે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણીની એલાન કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. દિવાળીના તહેવાર પહેલા આચાર સંહિતા ચાલુ થઇ જશે.
બીજી એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે 31મી ઓકટોબરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ આ દિવસની એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય સ્ટેચ્યુ ઓફ યુનીતિ ખાતે એક મોટો કાર્યક્રમ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આચારસંહિતાનું ગ્રહણ ન નડે તે માટે આ કાર્યક્રમ પૂર્ણ થવાના બીજી દિવસે અર્થાત 1લી નવેમ્બરે ચુંટણીની તારીખનું એલાન કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.