- 13 નવેમ્બરના રોજ પેટાચુંટણી યોજાશે
- 23 નવેમ્બરે કરાશે મતગણતરી
- ગેનીબેન સાંસદ બની ગયા બાદ વાવની બેઠક પડી ખાલી
ગુજરાતની વિધાનસભાની એક બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે. વાવના ધારાસભ્ય ગેનીબેન સાંસદ બની ગયા બાદ વાવની બેઠક ખાલી પડી હતી. જે બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટાચુંટણી યોજાશે. તેમજ 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
સમગ્ર વિગત અનુસાર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચુંટણી આગામી સમયમાં યોજાનારી છે. જેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્રની ચુંટણી એક તબક્કામાં 20 નવેમ્બરના રોજ યોજાશે જ્યારે ઝારખંડની ચુંટણી બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરના રોજ યોજવા જઈ રહી છે. આ સાથે ગુજરાતની ખાલી પડેલી બેઠક વાવ બેઠક પર પણ 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે. તેમજ ત્રણેય ચૂંટણીના મતની ગણતરી 23 નવેમ્બરના રોજ કરવામાં આવશે.