મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને ઘટનાની તાપસની જવાબદારી સોંપી
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને ૪ લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે
આગની ઘટનામાં બેદરકારી દાખવનાર જવાબદારો સામે પગલા લેવાશે: પોલીસ કમિશનર
આગની ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિત પોલીસ કાફલો પણ ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગજનીનો બનાવ બન્યો હતો તે આઇસીયુની પણ મુલાકાત લીધી હતી. આઇસીયુની મુલાકાત બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટનામાં પાંચ જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે જે પણ ઘટના બની છે તે ખૂબ જ દુ:ખ જ છે તો સાથે જ ઘટના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સંપર્કમાં છે. આગની ઘટનામાં બેદરકારી દાખવનાર ખાનગી હોસ્પિટલના જવાબદાર લોકોને બક્ષવામાં નહીં આવે, હાલ એફએસએલની ટીમ દ્વારા હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
અમારી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે : ડો. તેજસ કરમટા
મીડિયા સાથેની વાતચીતમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ના તબીબ ડો તેજસ કરમટા એ જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગનો બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભગવાનનું નામ લઈ આગમાં કૂદી અજયે એકલા હાથે સાત દર્દીઓના જીવ બચવ્યા
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં ૫ લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના ૩૩ દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગી હતી. ઉદય કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ પોતાના જીવની પરવા કર્યા વિના દર્દીઓના જીવ બચાવવાના આગમાં કૂદી પડ્યો. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો. અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ આ સાતેય દર્દીને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી છે.
મૃતક સંજયભાઈ અમૃતલાલ રાઠોડ ( ઉ.વ ૫૭, રહે. પ્રહલાદ પ્લોટ) નાં બહેન સંધ્યાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે ૪ લાખની સહાય શું, ૪૦૦ કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાશે, ગત તા.૨૪ ના રોજ ઓક્સિજન લેવલ ડાઉન હોવાથી સંજય ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઈકાલે અંતિમ વિડીયો કોલમા વાત થઈ હતી.
સંધ્યાબહેને રડતાં રડતાં વધુમાં જણાવ્યું હતું કે અમે રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહીએ છીએ. ૨૪ નવેમ્બરના રોજ મારા ભાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાતે જ ભાઈ સાથે વાત થઈ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે લસણ-ડુંગળીવાળું શાક ભાવતું નથી, ઠંડું મોકલજે. રાત્રે ઈંઈઞનો દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો અને સાવ ત્રણ ફૂટનો દરવાજો હતો. એમાં આગ લાગી ત્યારે દર્દીઓને બહાર કેવી રીતે કાઢી શકાય એવો આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ, મૂળ મોરબીના મૃતક નીતિનભાઈ મણિલાલ બદાણી ( ઉ.વ ૬૧ ) ના પુત્ર અંકિતભાઈએ જણાવ્યું હતું કે અમને શું ખબર પપ્પા સવારે ઊઠશે જ નહીં.અમને મોડી રાત્રે આગની ઘટનાની જાણ થતાં અમારો પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો.પિતાના મોતના સમાચાર સાંભળી પગ તળેથી ધરતી ખસી ગઈ હતી.
મૃતક કેશુભાઈ અકબારી ( ઉ.વ ૫૦ ) ના નાનાભાઈ નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બે દિવસથી તબિયત સારી ન હોવાથી ડોક્ટરો અને મૃતક ભાઈ સાથે વિડીયો કોલીગમાં વાત થઈ હતી. ’હાલ તમે સુઈ જાવ ,કાલે મળીશું ’ કહી અંતિમ વાત થઈ હતી.આજે અંતે મૃતદેહ હાથ લાગ્યો હતો.
નિવૃત એ.એસ.આઈ રામસિંગ મોતીભાઈ રબારી ( ઉ.વ ૬૨) ના પુત્ર અમિતે જણાવ્યું હતું કે છેલ્લે પિતા સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. કોવિડ રિપોર્ટ નેગીટિવ આવ્યાની જાણ કરતા બીજા દિવસે સવારે હોસ્પિટલમાંથી ઘરે રીફર કરીશું કહી અમે ફોન કાપ્યો હતો. સવારે પહોંચ્યા તો પિતાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સમયની કિંમત હવે સમજાઈ હતી.દર્દીની બુમાબમ વચ્ચે પણ હોસ્પિટલ સ્ટાફ દર્દીને રેઢા મૂકી ભાગ્યા’આ યોગ્ય કહેવાય
મૃતક રસિકલાલ શાંતિલાલ અગ્રાવત ( ઉ.વ ૬૮ ) ના મિત્રે જણાવ્યું હતું કે આગ લાગયાની જાણ થતાં અમો ગોંડલ થી રાજકોટ દોડી આવ્યા હતા. ૭ પુત્ર અને ૬ ભાઈ અને બે બહેનમાં ભારે શોક છવાયો છે. ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો હોવા છતાં કેમ કોઈ લોકોએ આગ ન બુઝાવી, કેમ તબીબી સ્ટાફમાં કોઈને ઇજા ન થઈ , તે પણ મોટો સવાલ છે ? મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને ૪ લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે.