આઇપીએલના ઓફિશિયલ ભાગીદાર તરીકે એજ્યુટેક કંપની અનએકેડમીની જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે. આઇપીએલની 13મી સિઝન દુબઇ ખાતે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે.
આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે મંગળવારે જણાવ્યું હતું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 થી 2022 ના ‘સત્તાવાર પાર્ટનર’ તરીકે અનએકેડેમી તરીકે અવકાશ મેળવીને અમને આનંદ થાય છે.
“આઈપીએલ એ ભારતની સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ લીગ છે અને એક સ્થાનિક ભારતીય એજ્યુટેક કંપની તરીકે અમારું માનવું છે કે અનએકેડમી પ્રેક્ષકોની ઉપર ભારે હકારાત્મક અસર પેદા કરી શકે છે, ખાસ કરીને લાખો ભારતીય યુવાનો જેઓ કારકીર્દિમાં મુદ્દે વિચારી રહ્યા છે તેમને વિકલ્પ મળશે.
બીસીસીઆઈએ અગાઉ ચાઈનીઝ કંપનીના સ્થાને આઇપીએલ ટાઇટલ સ્પોન્સર તરીકે ડ્રીમ 11 ની જાહેરાત કરી હતી.
ડ્રીમ 11 એ શૈક્ષણિક ટેક્નોલોજી કંપની અનએકડેમી અને બીવાયજેયુને ચાર મહિના અને 13 દિવસના સમયગાળાના હક માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.