ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. કૃષિમંત્રી આર.સી.ફળદુએ ગૃહમાં તુવેર પકવતાં ખેડૂતો અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી 1.28 લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપવામાં આવી છે, જે રૂ. 5450 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે.
કૃષિમંત્રીની ગૃહમાં જાહેરાત
રાજ્ય સરકાર નાફ્રેડના સંકલનમાં રહી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે
ભારત સરકારે 1.28 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે, જેની રૂ. 5450 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે.રાજ્યના 22 જિલ્લામાં પ્રથમ તબક્કામાં 40 ખરીદ કેન્દ્રો શરૂ કરશે.5 માર્ચથી આ કેન્દ્રો પર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને 12 માર્ચથી ખેડૂતોને જાણ કરી ખરીદી શરૂ કરાશે.ખેડૂત દીઠ વધુમાં વધુ 1200 કિ.ગ્રા તુવેર ખરીદાશે, જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે.