આમાં ‘આત્મ નિર્ભર ગુજરાત’ કયાંથી સાકાર થાય
અનેક વખત રજૂઆત છતાં કોઇ નિર્ણય નહીં લેવાતા બેરોજગારો નિરાશ
રાજયની આઇટીઆઇમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની ભરતીની પ્રક્રિયા પૂર્વા બેરોજગારોને આત્મ નિર્ભર બનવાનો માર્ગ મોકળો કરવા વિદ્યાર્થીઓમાંથી માંગ ઉઠી છે.
આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકરની ભરતીની ઘોષણા માર્ચ ૨૦૧૯માં થઇ હતી અને જીએસએઅસએસબી દ્વારા પ્રારંભિક પરીક્ષાઓ લેવામાં આવી હતી. કોઇપણ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે એક વર્ષ પૂરતું છે. પરંતુ જીએસએઅસએસબીએ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં વધુ સમય લીધો છે. બધા વિદ્યાર્થીઓ હવે હતાશામાં છે અને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ૩ મહિનાથી અંતિમ પરિણામોની રાહ જોઇ રહ્યા છે. તેથી આ ભરતીનું શરતી પરિણામ જાહેર કરવા માંગણી થઇ છે.
જોકે હાલમાં સરકાર દ્વારા તમામ ભરતીઓને અટકાવવામાં આવી છે, તેમ છતાં લોકરક્ષક દળ કોન્સ્ટેબલોની ભરતીનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અને ભરતી પૂર્ણ થઇ ગઇ છે અને તેમને અલગ અલગ જિલ્લામાં નિમણુક પણ અપાઇ ગઇ છે. પરંતુ શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના વિભાગના વડા, રોજગાર અને તાલીમ અંતર્ગત જીએસએઅસએસબી દ્વારા આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની કુલ ૨૩૬૭ જગ્યાઓ માટે ભરતી શ કરવામાં આવી હતી.
લેખિત કસોટી લેવામાં આવી અને ત્યારબાદની કોમ્પ્યુટર પ્રોફિસ્યસી ટેસ્ટ (સી.પી.ટી.)પણ લેવામાં આવી છે પરંતુ ભરતી પ્રક્રિયા સ્થગિત કરેલ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ વેબસાઇટ ઉપર કોઇ જાતની નોટીસ મુકવામાં આવેલ નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત દેશ માટેનું સ્વપન છે કે “સ્કીલ ઇન્ડિયા અને “આત્મનિર્ભર ભારત આ મિશનને પાર પાડવા માટે ગુજરાત રાજયની તમામ આઇ.ટી.આઇ ઓ પાયાનો હિસ્સો છે. ત્યારે જો આઇટીઆઇમાં જ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર નહીં હોય તો શું આ રીતે બનશે આત્મનિર્ભર ભારત?ભૂતકાળમાં કોન્સ્ટેબલ અને તે સિવાય ઘણી ભરતીના પરિણામ સંપૂર્ણ ચુકાદા આવતા પૂર્વે શરતોને આધિન નિમણુક આપી દેવામાં આવી હોય તો આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની ભરતીમાં, તે જ રીતે શરતી પરિણામ જાહેર કરવું શકય છે.આ બાબતે લોકડાઉન પહેલા દરેક જિલ્લાના કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી ત્યારબાદ જીએસએસએસબીના ચેરમેન આસીત વોરા તથા તમામ મેમ્બર્સને ફોનથી અને ઇ-મેઇલથી જાણ કરી પરંતુ યોગ્ય જવાબ ન મળતા મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને રજૂઆતો કરી હતી. રાજયનાં તમામ ધારાસભ્યો, સંસદો, શાસક પક્ષ, વિરોધ પક્ષના નેતાઓને ફોન પર, બ અને ઇ-મેઇલથી અરજીઓ મોકલી હતી. નેતાઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત પણ મોકલવવામાં આવી છે. છતા હજુ સુધી કોઇ નિર્ણય ઉમેદવારોના હિતમાં લેવાયો નથી.બેરોજગારને આત્મનિર્ભર બનવા, ન્યાય આપવા સરકાર તત્કાલ યોગ્ય કરે તેવી માંગણી ઉઠી છે.