નાટય શો, ફિલ્મ શો, પ્રવાસ, કનૈયાનદં રાસોત્સવ, ગોપી રાસોત્સવ, સર્વરોગ નિદાન કેમ્પ, પંચામૃત કાર્યક્રમ સહિતના કાર્યક્રમોની વણઝાર

કેનાલ રોડ ઉપર આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવીટી સેન્ટરનો પણ ટૂંક સમયમાં પ્રારંભ: પત્રકાર પરિષદમાં માહિતી આપતાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા

છેલ્લા ચાર દાયકાથી વિવિધ ક્ષેત્રની સેવાકીય પ્રવૃત્તિ કરતી સરગમ કલબ સપ્ટેમ્બરઓકટોબર માસના વિવિધ કાર્યક્રમો ઘડી કાઢયા છે જેમાં કપલ કલબ, લેડીઝ કલબ, સિનિયર સિટીઝન કલબ અને જેન્ટસ કલબ માટે નાટય શો ઉપરાંત ચિલ્ડ્રન કલબ માટે ફિલ્મ શો, પપેટ શો, ફેશન શો અને કનૈયાનદં રાસોત્સવ તેમજ બહેનો માટે ગોપી રાસોત્સવ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ તેમજ પ્રવાસ પણ યોજાશે. સરગમ કલબ દ્રારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ જાહેર જનતા માટે નવરાત્રિ પછી પંચામૃત મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં ડાયરો, હસાયરો, સંગીત સંધ્યા, મ્યુઝીકલ નાઈટ અને રાસોત્સવ યોજાશે. સરગમ કલબ દ્રારા કેનાલ રોડ ઉપર મલ્ટી એકિટવીટી સેન્ટર અને આરોગ્ય સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનો લાભ જાહેર જનતાને ટૂંક સમયમાં મળશે. સરગમ કલબની આ વિવિધ પ્રવૃત્તિઓ માટે હાલના કર્ણાટકના રાયપાલ વજુભાઈ વાળા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે તેમ આજે એક પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.

સરગમ લેડીઝ કલબ – નાટય શો

સરગમ લેડીઝ કલબના સભ્ય નં.૧થી ૧૨૫૦ માટે તા.૭૯૧૯ને શનિવારે બપોરે ૩થી ૫:૩૦ વાગ્યા દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહરાજકોટ ખાતે મુંબઈના પ્રખ્યાત નાટક શો કોમન મેન એજ સુપરમેન’નું આયોજન કરવામાં આવ્યું છે આ નાટકમાં જાણીતા ટીવી કલાકારો અભિનય આપી રહ્યા છે. સરગમ લેડીઝ કલબના સભ્ય નં.૧૨૫૧થી ૨૫૦૦ માટે તા.૮૯૧૯ને રવિવારે બપોરે ૩થી ૫:૩૦ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે આ નાટકનો બીજો શો યોજાશે.

સરગમ કપલ કલબ- નાટય શો

સરગમ કપલ કલબના સભ્ય નં.૧થી ૧૧૫૦ માટે મુંબઈ નું પ્રખ્યાત નાટક શો ’કોમન મેન એજ સુપરમેન નાટકનો પ્રથમ શો તા.૭૯૧૯ને શનિવારે રાત્રે ૧૦ કલાકે, સભ્ય નં.૧૧૫૧ થી ૨૩૦૦ માટે તા.૮૯૧૯ને રવિવારે રાત્રે ૧૦ કલાકે, સભ્ય નં.૨૩૦૧થી ૩૪૫૦ માટે તા.૯૯૧૯ને સોમવારે રાત્રે ૧૦ કલાકે, સભ્ય નં.૩૪૫૧થી ૪૬૦૦ માટે તા.૧૦૯૧૯ને મંગળવારે રાત્રે ૧૦ કલાકે અને સભ્ય નં.૪૬૦૧થી ૫૬૦૦ માટે તા.૧૧૯૨૦૧૯ને બુધવારે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.

સરગમ જેન્ટસ કલબ- નાટય શો

સરગમ જેન્ટસ કલબના સભ્ય નં.૧થી ૬૦૦ માટે તા.૧૧૯૧૯ને બુધવારે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે મુંબઈ નું પ્રખ્યાત ’કોમન મેન એજ સુપરમેન’ નાટય શો યોજાશે.

આમંત્રિતો માટે નાટ્ય શો

સરગમ કલબના દાતાઓં અને આમંત્રિતો માટે તા. ૧૨/૯/૧૯ ને ગુરુવારના રાત્રે ૧૦/૦૦ કલાકે  હેમુગઢવી નાટયગૃહ ખાતે મુંબઈનું પ્રખ્યાત ’કોમન મેન એજ સુપરમેન નાટ્ય શો યોજાશે.

સરગમ સિનિયર સિટીઝન કલબ- નાટય શો

સરગમ સિનિયર સિટીઝન કલબના સભ્ય નં.૧થી ૧૨૦૦ માટે તા.૭૯૧૯ને શનિવારે સાંજે ૬:૩૦થી ૯ અને સભ્ય નં.૧૨૦૧થી ૨૪૦૦ માટે તા.૮૯૧૯ને રવિવારે સાંજે ૬:૩૦થી ૯ દરમિયાન ’શ્રીમતિ ૪૨૦’ નાટય શો હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.આમંત્રિતો માટે તા.૧૨/૯/૧૯ હેમુગઢવી નાટયગૃહમાં રાતે ૧૦/૦૦ કલાકે મુંબઈનું પ્રખ્યાત ’કોમન મેન એજ સુપરમેન નાટ્ય શો યોજાશે.

સરગમ ચિલ્ડ્રન કલબ

સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે. સભ્ય નં.૧થી ૧૪૦૦ માટે તા.૮૯૧૯ને રવિવારે સવારે ૮:૩૦થી ૧૧ અને સભ્ય નં.૧૪૦૧થી ૨૮૦૦ માટે તા.૮૯૧૯ને રવિવારે સવારે ૧૧:૩૦થી ૨ વાગ્યા દરમિયાન હેમુગઢવી નાટયગૃહ ખાતે બાળકોને ફિલ્મ બતાવવામાં આવશે. આવી જ રીતે સભ્ય નં.૧થી ૧૪૦૦ માટે તા.૨૨૯૧૯ને રવિવારે સવારે ૮:૩૦થી ૧૦:૩૦ દરમિયાન અને સભ્ય નં.૧૪૦૧થી ૨૮૦૦ માટે તા.૨૨૯૧૯ને રવિવારે સવારે ૧૧થી ૧ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે ’ધી ઈન્ટરનેશનલ લાઈવ પપેટ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૨૨૯૧૯ના બાળકો માટે ટ્રેડીશનલ ફેશન શો નવરાત્રીને અનુરૂપ બપોરે ૪ કલાકે હેમુગઢવી હોલમાં યોજાશે. આ ફેશન શો માં જે બાળકો મેમ્બર હોઈ તેને ભાગ લેવો હોઈ તેના ફોર્મ સરગમ ક્લબ ની ઓફીસે થી મળશે

સર્વરોગ નિદાન કેમ્પ – સોરાષ્ટ્રની જાહેર જનતા માટે વિના મુલ્યે

સરગમ કલબ દ્રારા દર વર્ષે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે યોજાતાં સર્વરોગ નિદાન કેમ્પનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૫૯૧૯ને રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાથી કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતેથી આ કેમ્પ શરૂ થઈ જશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર્રભરમાંથી આવતાં ગરીબ અને જરૂરિયાતમદં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જરૂરિયાતમદં દર્દીઓને સારવાર અને દવા ઉપરાંત સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.

કનૈયાનદં રાસોત્સવ

સરગમ કલબ દ્રારા આ વર્ષે પણ કનૈયાનદં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નાગર બોડિગ વિરાણી હાઈસ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં આ રાસોત્સવ યોજાશે. રાજકોટના કોઈ પણ બાળકો માટે સીઝન પાસના રૂા.૪૦૦ની ફી ચૂકવી સિઝન પાસ મેળવી શકશે. ’એ’ ગ્રુપમાં ૭થી ૧૦ વર્ષ અને ’બી’ ગ્રુપમાં ૧૧થી ૧૫ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. આ મહોત્સવ તા.૨૯૯૨૦૧૯થી ૭૧૦૨૦૧૯ સુધી દરરોજ રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઈ જશે. આ રાસોત્સવમાં દરરોજ ૫૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે અને છેલ્લા દિવસે વિજેતાઓ વચ્ચે સેમિફાઈનલ સ્પર્ધાઓ થશે તેમાં ૧૦ ભાઈઓ તથા ૧૦ બહેનોને ઈનામોથી નવાજવામાં આવશે. આ રાસોત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મનું વિતરણ સરગમ કલબના તમામ વિભાગોમાં ચાલી રહ્યું છે. આ માટેના ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૨૭૯૧૯ રહેશે.

ચિલ્ડ્રનકલબના તમામ સભ્યો માટે વન-ડે દાંડીયારાસ આયોજન

ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો માટે તા.૨૮૯ના ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સાંજે ૬ વાગ્યાથી દાંડિયારાસનું પણ આયોજન કરાયું છે.

ગોપી રાસોત્સવ (રાજકોટની તમામ બહેનો માટે )

સરગમ લેડીઝ કલબ દ્રારા આ વર્ષે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવના સીઝન પાસની ફી મેમ્બર માટે રૂા.૩૦૦ રાખવામાં આવી છે ત્યારે કલબ સિવાયના અન્ય બહેનો માટે સીઝન પાસની ફી રૂા.૪૦૦ નિર્ધારિત કરાઈ છે. આ ગોપીરાસ તા.૨૯૯૨૦૧૯ થી તા.૮૧૦૨૦૧૯ સુધી રાખવામાં આવેલ છે દરરોજ રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલશે. આ માટેના ફોર્મનું વિતરણ સરગમ કલબના દરેક વિભાગોમાં શરૂ થઈ ચૂકયું છે અને ફોર્મ ભરીને પરત કરવાની તારીખ ૨૭૯૨૦૧૯ છે. આ માટેના પ્રવેશ કાર્ડ સરગમ કલબ, જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ ઉપરથી મળશે.

સીમલા,  કુલુમનાલી પ્રવાસ

સરગમ કલબ દ્રારા આ વખતે સીમલા, કુલુમનાલી, ચંદીગઢ, નૈનીતાલ, ભીમતાલ, હરિદ્રાર, મેસુરી, દહેરાદૂન, ઋષિકેશ, દિલ્હી સહિતના સ્થળો માટે તા.૧૧૨૦૨૦થી તા.૧૫૧૨૦૨૦ સુધી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસમાં ભાગ લેનારા પ્રતિ વ્યકિતદીઠ રૂા.૨૬૦૦૦/-ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રવાસમાં આવવા ઈચ્છુક વ્યકિતએ તા.૧૦/૯/૧૯ સુધીમાં રૂ.૫૦૦૦/- નો પ્રથમ હપ્તો ભરીને જાગનાથ ઓફિસ ખાતે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા પાસે પોતાનું નામ નોંધાવાનું રહેશે. રેલ્વેનું બુકિંગ કરવાનું હોવાથી વહેલાસર નામ નોંધવા.પ્રવાસ દરમિયાન શુદ્ધ ગુજરાતી ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. વધુ જાણકારી માટે સરગમ કલબ ની ઓફીસે સમ્પર્ક કરવો જાગનાથ મંદિર ચોકમાં.

જાહેર જનતા માટે વિના મુલ્યે સાંસ્કૃતિક મહોત્સવ

સરગમ કલબ દર વર્ષે નવરાત્રી પછી પાંચ દિવસ માટે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે જેમાં ડાયરો, મ્યુઝિકલ નાઈટ, હસાયરો, સંગીત સંધ્યા અને રાસોત્સવનો સમાવેશ થાય છે. તા.૯૧૦૧૯ના રાત્રે ૮ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ’સરગમી લોકડાયરા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં માયાભાઈ આહિર (મહુવા), કીર્તિદાનભાઈ ગઢવી (રાજકોટ), ફરીદાબેન મીર (અમદાવાદ), ધીરૂભાઈ સરવૈયા (ખીરસરા), શ્રી યોગેશભાઈ ગઢવી (અમદાવાદ),બીહારીભાઈ ગઢવી (રાજકોટ), મુકુંદભાઈ જાની (બેન્જોવાદક) સાથે સાથી કલાકારો રમઝટ બોલાવશે. મુખ્ય સહયોગ- બાન લેબ્સ પ્રા.લી. અને જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લી.

મ્યુઝીકલ નાઈટ

સરગમ કલબ દ્રારા તા.૧૦૧૦૧૯ને ગુરૂવારે રાત્રે ૮ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે ’સરગમી મ્યુઝીકલ નાઈટ’નું આયોજન કરાયું છે. આ નાઈટમાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદી ગ્રુપ અને સાથી કલાકારોના ઓર્ગેનાઈઝેશન હેઠળ દેવ્યાની બ્રિંદે (મુંબઈ), આનદં પલ્લવકર (મુંબઈ), સૈફાલી તગરસી (મુંબઈ), મુખ્તાર શાહ (અમદાવાદ), નફીસ આનદં (અમદાવાદ),સોનલ ગઢવી(રાજકોટ)મોહસીન શેખ(અમદાવાદ)પોતાની કલાનો રસ પીરસશે. મુખ્ય સહયોગ કૃણાલ સ્ટ્રક્ચર પ્રા.લી. અને કેર ફોર હોમ

હસાયરો

તા.૧૧૧૦૧૯ને રાત્રે ૮ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે ’સરગમી હસાયરા’નું આયોજન કરાયું છે. આ હસાયરામાં સાંઈરામ દવે (રાજકોટ), ધીરૂભાઈ સરવૈયા (ખીરસરા), હકાભા ગઢવી (હળવદ) અને ગુણવતં ચુડાસમા (રાજકોટ) પોતાની હાસ્યકલાથી લોકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દેશે. મુખ્ય સહયોગ  એચ. પી. રાજ્યગુરુ કંપની અને વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મિલ પ્રા.લી.

સંગીત સંધ્યા

તા.૧૨૧૦૧૯ને શનિવારે રાત્રે ૮ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મુંબઈના ભારતીબેન નાયક (મુંબઈ) પ્રસ્તુત ’સરગમી સંગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદી ઓરકેસ્ટ્રા ગ્રુપ પ્રસ્તુત આ સંગીત સંધ્યામાં નાનુ ગુર્જર (મુંબઈ), આશિષ શ્રીવાસ્તવ (મુંબઈ), મોના ભટ્ટ (મુંબઈ), અર્ચના મહાજન (મુંબઈ) સોનલ ગઢવી (રાજકોટ) અને મોહસીન શેખ (અમદાવાદ) કલા બતાવશે. મુખ્ય સહયોગ  ક્લાસિક નેટવર્ક પ્રા.લી. અને સનફોર્જ પ્રા. લી.

રાસોત્સવ  સરગમ પરિવારના તમામ સભ્યો  માટે

તા.૧૩૧૦૧૯ને રવિવારે રાત્રે ૮ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ’સરગમી રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં સરગમી પરિવારના તમામ સભ્યો ગરબા રમશે. સરગમ ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, કપલ ક્લબ, સીનીયર સીટીઝન ક્લબ, ઇવનિંગપોસ્ટ ના સભ્યો, અને આમંત્રિતો માટે દાંડિયારાસ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.