સ્વામિનારાયણ એજયુકેશન ટ્રસ્ટ ઉના દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળનો ૨૯મો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ આસ્થાભેર સંપન્ન થયો છે.
ગુરુકુળના સ્થાપક પૂ. શાસ્ત્રી માધવદાસજીની શુભ પ્રેરણા અને માર્ગદર્શન તળે યોજાયેલા વાર્ષિકોત્સવમાં ૩ હજાર છાત્રો, છાત્રાઓ અને ૧૦૦ અધ્યાપકોએ સૂર સંગીત પ્રભાત, રંગોળી દર્શન, પતંગ સ્પર્ધા, વિજ્ઞાન મેળો, સમૂહ ચર્ચાક અને શાકોત્સવસાથે સ્ટેજ પરનો રંગારંગ કાર્યક્રમ, રાજસ્થાની નૃત્ય, તલવારબાજી, નાટક, કૃષિક્રાંતીગીત, દેશભકિત નૃત્ય, પારંપરીક મરાઠી નૃત્ય, ગઝલ, કવલી અને નાટક જેવા કાર્યક્રમો યોજી ઉપસ્થિત ત્રણ હજાર પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે ધર્મ દ્વારેથી વીસ જેટલા સંતો, રાજ દ્વારેથી ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, જિલ્લા શિક્ષણાધિકારી કૈલા પ્રાંત અધિકારી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા સુરત, મુંબઈ, ઈંદોરથી લાલજીભાઈ ડોબરીયા, ધીરુભાઈ ડોબરીયા અને સંતોકી ઉપસ્થિત રહ્યા હતા.
૨૮ વર્ષ ઉજવાતો શાકોત્સવ ગુરુકુળનો અનોખી ઓળખ
છેલ્લા ૨૮ વર્ષથી ઉજવાતો શાકોત્સવ તથા યજ્ઞ હવિવેદી પર ગૌમાતા પૂજન ધ્યાન આકર્ષક હોય છે. આ વખતે પણ સૌએ પૂજન કર્યું હતુ. શાકોત્સવ ગુરુકુળની ઓળખ છે. આ વખતે પણ ત્રણ હજાર છાત્રા-છાત્રાઓએ પ્રસાદ લીધો હતો.
આ વખતના વિજ્ઞાન મેળામાં ૪૦૦ છાત્ર છાત્રાઓએ જુદી જુદી પ્રયોગ કૃતિઓ ૧૨૯ જેટલા સ્ટોલમાં રજૂ કરી નિદર્શન કર્યુ હતુ. રાત્રીનાં યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં પૂ.અધ્યેષ્ઠા માધવદાસજી સ્વામીએ ૧ થી ૩ નંબર મેળવતા છાત્ર છાત્રાઓને તથા શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રોત્સાહિત કરવા ૨૦૦ શિલ્ડ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.