આયુર્વેદીક નિદાન કેમ્પ, સારવાર કેમ્પ, લોકડાયરો અને રકતદાન કેમ્પ સહિતના આયોજનો: વિઘાર્થીઓનો સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ઉપલેટાના સુપેડી ગામે આવેલ ઇવા કોલેજ ઓફ આયુર્વેદ તથા ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ પરિવાર દ્વારા આવતીકાલે શુભ આશિષ વાર્ષિકોત્સવ ૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ શુભાશિષ વાષિકોત્સવ ૨૦૧૯ વિશે માહીતી આપણા ત્રિલોક સેવા સમીતીના એમ.ડી. ડો. ઉર્વશીબેન પટેલ, ટ્રસ્ટી ડો. સંજયભાઇ ખાનપરા, દિલીપભાઇ કોરડીયા, પ્રિન્સીપાલ ડો. ગીરીરાજસિંહ ગોહિલ, વા. પ્રિન્સીપાલ ડો. નાસીર પરમારે જણાવેલ કે સુપેડી ગામે વિશાળ નયનરમ્ય અને કુદરતી વાતાવરણના સાનીઘ્યમાં ત્રિલોક સેવા સમીતી દ્વારા ઇવા કોલેજ ઓફ આયુર્વેદ અને ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ ની ઉપલેટા તા. ડુમીયાણી ગામના વતની અને રાજકોટના કોર્પોરેટર ડો. ઉર્વશીબેન પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવેલ હતી.
ત્રિલોક સેવા સમીતી દ્વારા સંસ્થાના તેજસ્વી વિઘાર્થીઓને સન્માનવા શુભાષિક વાર્ષિકોત્સવ ૨૦૧૯ નું આવતીકાલે શુક્રવારે સુપેડી ગામે સંસ્થાના ગ્રાઉન્ડમાં સવારે ૯ થી બપોરના ત્રણ સુધી રકતદાન કેમ્પ તેમજ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ સાંજે પ થી ૬ સુધી તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન અને સાંજે ૬ થી ૮.૩૦ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ૮.૩૦ થી ૯.૩૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯.૩૦ કલાકેથી ડો. રણજીત વાંક એનડ ગ્રુપના ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલ છે. ડાયરા બાદ માંડી રાત્રે પુણાનો અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ છે.
આ સમારંભના અઘ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના પૂર્વ મંત્રી બળવંતભાઇ મણવર, સમારંભના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત આયુર્વેદ યુનિ. ના કુલપતિ શ્રી સંજીવભાઇ ઓઝા, ન્યુ દિલ્હી સી.સી. આઇ.એમ. ના સદસ્ય ડો. ભરતભાઇ બાધરા, સૌરાષ્ટ્ર યુનિ. સીન્ડેકેટ મેમ્બર ડો. મેહુલભાઇ રુપાણી, ન્યુ દિલ્હી સદસ્ય સી.સી.આઇ. એમ. સદસ્ય ડો. વિક્રમભાઇ ઉપાઘ્યાય તેમજ જીલ્લાભરના સામાજીક રાજકીય આગેવાનો સામાજીક સંસ્થાના આગેવાનો ઉ૫સ્થિત રહેશે.