વ્યાખ્યાન, પ્રભુજીની આંગી, પ્રાર્થના, પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો સાથે મિચ્છામી દુકકડમના નાદ ગુંજશે
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ક્ષમા વીરેનું આભૂષણ કહેવાયું છે. આજે ક્ષમાપનાનું પર્વ સંવત્સરી જૈનો મિચ્છામી દુકકડમ પાઠવશે. વર્ષનો શ્રેષ્ઠ દિવસ એટલે સંવત્સરીનો દિવસ, સંવત્સરી ક્ષમાના આ મહાપર્વના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લસ ભર્યુ દ્રષ્ટિગોચર થાય છે. મહાવીર સ્વામીસ્વય ક્ષમાના સગાર હતા તેમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા હોવા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. સંવત્સરીના આરાધકો લગભગ ત્રણ કલાકનું સંવત્સરીક પ્રતિક્રમણ કરે છે. સંવત્સરી પ્રતિક્રમણમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે. પોતાના હાથે થયેલા દોક્ષ અંગે ક્ષમા માગે છે અને અન્ય કોઇના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે. આ ક્રિયા માનસિક છે. આઘ્યાત્મિક છે મહાપુરુષોએ બતાવેલી છે. આ ક્રિયામાં માનવ જાતને જ નહી પણ સમગ્ર પ્રાણીસૃષ્ટિને આંખ સામે રાખવાની હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પુરુ થયા બાદ સૌ એકબીજાને ‘મિચ્છામી દીકકડમ’કરીને ક્ષમાનું આદાન પ્રદાન કરશે. દેરાવાસી જૈન સમાજ આજે જયારે સ્થાનકવાસી જૈન સમાજ કાલે સંવત્સરી મહાપર્વ ઉજવશે. ધર્મ સ્થાનકોમાં પ્રાર્થના પ્રવચન આલોચના અને પ્રતિક્રમણના આયોજનો થશે.
સૌરાષ્ટ્રભરમાં જપ, તપ, આરાધના સાથે પર્યુષણ પર્વની આસ્થાભેર ઉજવણી થશે. આ સાથે ઠેર ઠેર વ્યાખ્યાન, પ્રભુજીની આંગી, સ્વામીવાત્સલ્ય જમણના કાર્યક્રમો ગુરુભગવંતોની નિશ્રામાં બારસા સુત્રનું વાંચન થશે.
આત્મશુઘ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો આજથી ક્ષમાયાચનામાં છે અને ક્ષમા માગવાની છે. પર્યુષણએ આત્માની નજીક જવાનું આત્માને શોધવાનું પર્વ છે. ક્ષમાપનાએ નો ર્સ્વશ્રેષ્ઠ મુળ મંત્ર છે.