વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૧૬૦ જેટલા છાત્રોએ લીધો ભાગ: ઈનામ વિતરણ થયુ
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ હોસ્પિટલ ખાતે સાંજે ૬:૦૦ થી ૯:૦૦ દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ગુંજ – ૨૦૨૦ અને ઇનામ વિતરણ સમારોહ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ ૬૦ જેટલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના કલેક્ટર રેમયા મોહન, એક્ષ એમ.એલ.એ. જસુમતીબેન કોરાટ, ઇન્ચાર્જ આયુષ ડાયરેક્ટર ડો ભાવનાબેન પટેલ, સી.સી.આઈ.એમ. મેમ્બર ડો.ભરતભાઈ બોઘરા અને મેમ્બર ડો. વિક્રમ ઉપાધ્યાય, રિજ્યોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડો જયેશભાઈ પરમાર, ઈશ્વરીયા ગામ ના સરપંચ રોહિતભાઈ ચાવડા, તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદેદારો, સમાજના મોભીઓ, અન્ય આયુર્વેદ કોલેજના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યશ્રીઓ, શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ હાજરી આપશે. આ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો ના સ્વાગત થી કરવામાં આવી. જેમાં તેમને સ્વાગતના પ્રતિકરૂપે બુક આપવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો મેહુલભાઈ રૂપાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. જેમણે રાજકોટની તમામ આયુર્વેદ કોલેજો એ ભેગા મળીને રોગ મુક્ત સ્વસ્થ રાજકોટમાં બનાવવાની અપીલ કરી, તેમજ ભવિષ્યમાં સંસ્થા દ્વારા ૨૦૦ બેડની હોસ્પિટલ અને પી.જી. વિભાગ શરૂ કરવાનું જણાવ્યું. ત્યાર બાદ સી.સી.આઈ.એમ.ના મેમ્બર ડો. વિક્રમભાઈ ઉપાધ્યાય એ પ્રાસંગિક ઉદબોધન કર્યું.
ઇન્ચાર્જ આયુષ ડાયરેક્ટર ભાવનાબેન પટેલ, આયુષ ગ્રામની જગ્યાએ રાજકોટ આયુષ શહેર બને એવી ઈચ્છા વ્યક્ત કરી, રોગ મુક્ત થવા માટે તો ખરાજ પરંતુ નીરોગી રહેવામાટે આયુષ અપનાવોની અપીલ કરી, સી.સી.આઈ.એમ. મેમ્બર ભરતભાઈ બોઘરા આયુર્વેદનું પ્રયોજન સમજાવી વિદ્યાર્થીઓને આયુવેદના નિષ્ણાંત તરીકેજ ભવિષ્યમાં કામ કરવા પ્રેરણા આપી ગુજરાતના એક્ષ એમ.એલ.એ જસુમતીબેન કોરાટે વિદ્યાર્થીઓને એમનું આયુર્વેદમાં ઉજ્વળ ભવિષ્ય બતાવ્યું, ત્યારબાદ રાજકોટના કલેકટર રેમ્યા મોહનજી એ આયુર્વેદ માં રીસર્ચ અને ડેવલોપમેન્ટ ને આગળ વધારવું જોઈએ તેમજ ટ્રેડીશન ઇનોવેશનને ભેગા કરી આયુવેદનો વિશ્વમાં વ્યાપ વધારી શકાય તે અંગે માર્ગ દર્શન આપ્યું. ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડો. લીનાબેન શુક્લાએ બધાનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમનું સમાપન કરી સંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી હતી. સંસ્કૃતિક કાર્યક્રમ માં સૌ પ્રથમ તાંડવ નૃત્ય, બોલિવુડ ડાન્સ, મુક અભિનય, ગાયન, વાદન, ગરબા, શ્લોક પઠન, યોગ ડાન્સ, ધૂમ ડાન્સ, ડ્રામા – શુભમ ભવતુ, ફ્રી સ્ટાઇલ ડાન્સ, લેઝી ડાન્સ, અને દેશભક્તિ નુત્ય રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌ વિધાર્થીઓ ગરબે રમ્યા, અને ભોજન લીધા બાદ આનંદ ના વાતાવરણમાં એક ચિરંજીવી સ્મૃતિ માનસ પટ પર લઇ સહુ છુટા પડ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ચેરમેન નેહલભાઈ શુક્લ, મેનેજીંગ ટ્રસ્ટી મેહુલભાઈ રૂપાણી તેમજ અન્ય ટ્રસ્ટી ઓ પ્રશાંતભાઈ કોરાટ, ઓજસભાઈ ખોખાણી, ચેતનભાઈ રામાણી, નિતેશભાઈ અમૃતિયા, આચાર્ય ડો લીનાબેન શુક્લના માર્ગદર્શન નીચે બધા. સતીષ જ અધ્યાપક ઓ જેમાં ડો.નિરંજન, ડોમક્ષેય, ડો.રાજાલક્ષ્મી, ડો.ધર્મેન્દ્ર, ડો.જિગ્નેશ, ડો.અભિષેક, ડો.કૃણાલ, ડો.ભગીર, ડો.મોનિકા, ડો.રશેષ, ડો.મનિષ, ડો.જ્યોતિ, ડો.મહેશ, ડો.પર્યા, ડો.મહેશ, ડો.સુમેશ, ડો.પ્રાપ્તિ, મોહિતભાઈ, સ્વાતિબેન, સંદીપભાઈ, મનીષભાઈ, રવિભાઈ વગેરે તેમજ અન્ય સર્વે સ્ટાફ મેમ્બર જેહમત ઉઠાવી.