લોકસભાના પ્રથમ મહીલા મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ બન્યા છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસૃ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ અભિનંદન પાઠવ્યા હતા.
સ્નેહલતા શ્રીવાસ્તવ અગાઉ અનેક મહત્વના પદ શોભાવી ચૂકયા છે. તેઓ ૧૯૮૨ બેચના રીટાયર્ડ આઇ.એ.એસ. ઓફીસર (સનદી અધિકારી) છે. ૬૦ વર્ષીય સ્નેહલા શ્રીવાસ્તવ મુળ ભોપાલ (મઘ્યપ્રદેશ)ના વતની છે. અને એટલે જ તેમનો મોટાભાગનો કાર્યકાળ મઘ્યપ્રદેશમાં જ સફળતાપૂર્વક વીત્યો છે.
તેમણે મઘ્યપ્રદેશમાં ઘણા મહત્વના પદ પર કામ કર્યુ છે. આ સિવાય તેઓ કેન્દ્ર સરકારમાં કાનુન મંત્રાલયમાં સેક્રેટરી પદે હતા. નાણાં મંત્રાલયમાં સ્પે. સેક્રેટરી (એડીશનલ) પદે હતાં. તેઓ મઘ્યપ્રદેશ સાંસ્કૃતિક અને સંસદીય બાબતોના મંત્રાલયમાં સીનીયર પોજિશન પર નોંધપાત્ર કામગીરી કરી ચૂકયા છે. હવે તેઓ લોકસભાના પ્રથમ મહીલા મહાસચિવ બની ગયા છે.
ટૂંકમાં સ્નેહલતા શ્રીવાસ્તવ સરકારી કામકાજનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે મઘ્યપ્રદેશ અને નવી દિલ્હીમાં પ્રસંશનીય કામગીરી બજાવી છે. તેઓ ઘણા સનદી અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.