ભારતીય રેલવે એ એક નવી નીતી બનાવી છે. જે અંતર્ગત મુસાફરી દરમિયાન યાત્રી ભોજન કે પીવાના કોઇપણ પદાર્થની કિમંત ન ચુકવે જો તેનું તેને બીલ ન મળે તો આ અભિયાન અંતર્ગતનો બીલનો પેમેન્ટ નીતી સુનિશ્ચીત કરાઇ છે. ટ્રેનોમાં કેટરર દ્વારા ઓવર ચાર્જ વસુલવામાં આવે છે એવી યાત્રિઓની ફરીયાદ અનુસંધાનમાં આ નીતી બનાવવામાં આવી છે. અને રાજકોટ મંડળ પર ૧૬ જાન્યુ. એ નો બીલ નો પેમેન્ટ દિવસ મનાવવામાં આવ્યો.
આ અંગે જાણકારી આપતા રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી.બી. નિનાવેએ જણાવ્યું કે રાજકોટ, ભકિતનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, હાણા, જામનગર, ખંભાળીયા, દ્વારકા તથા ઓખા સ્ટેશનો પણ જન ઉદધોષણા પ્રણાલીના માઘ્યમથી હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં ઉદધોષણા કરવામાં આવી ઉદધોષિત સંદેશમાં જણાવાયું કે યાત્રી ગણ કૃપયા ઘ્યાન આપે ટ્રેન અથવા સ્ટેશનો પર કોઇપણ કેટરીંગ કર્મચારીને કોઇ ટિપ ન આપે તથા પેટ્રી કાર અથવા ખાન-પાન ની ખરીદારી પર બીલ ની માગ કરો અને જો બી ન આપે તો પૈસા ન ચુકવશો.