યુપીએ સરકારને હચમચાવી દેનાર અન્ના હજારે લોકપાલ મુદ્દે હવે એનડીએ સરકાર સામે મોરચો માંડયો છે. નવીદિલ્હીના રામલીલા મેદાનમાં તેમણે કેન્દ્રમાં લોકપાલ અને રાજયમાં લોકાયુકતની નિમણૂક માટે એનડીએ સરકાર ઉપર દબાણ લાવવા અનશન શરૂ કર્યું છે.

વર્ષ ૨૦૧૧માં અન્ના હજારેએ ભ્રષ્ટાચારના કેસોની લોકપાલના માધ્યમી તપાસ માટે મહાકાય આંદોલન છેડયું હતું. આ આંદોલને સત્તા પરિવર્તનમાં સૌી મોટો રોલ ભજવ્યો હતો. યુપીએ સરકાર ચૂંટણી હારી ગઈ હતી અને એનડીએનો ઐતિહાસિક વિજય થયો હતો. ભ્રષ્ટાચારનો મુદ્દો તે સમયે ખૂબજ ચર્ચાસ્પદ બન્યો હતો. અન્ના સો સમગ્ર દેશ જોડાઈ ગયો હતો. આવી જ રીતે ફરીી લોકાયુકત દ્વારા ભ્રષ્ટાચારની તપાસની માંગણી સો અન્ના હજારેએ રામલીલા મેદાનમાં એનડીએ સરકાર સામે મોરચો માંડયો છે. આજે રામલીલા મેદાનમાં અનશન શરૂ કરતા પહેલા અન્ના હજારેએ રાજઘાટની મુલાકાત લીધી હતી.

ANNAઆજનો દિવસ એટલા માટે નકકી કરવામાં આવ્યો છે કે, આજે શહિદ દિવસ છે આ દિવસે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. અન્ના હજારેના અનશનના કારણે દિલ્હીના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામ ન થાય તે સુનિશ્ર્ચિત કરવા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજઘાટી પગપાળા ચાલી શહીદી પાર્ક અને ત્યાંથી રામલીલા મેદાનમાં અન્નાએ અનશન શરૂ કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.