ભોજન બનાવવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલા અગ્નિકુંડની પૂજાવિધી
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. લોકો મહોત્સવની આનુસાવી રાહ જોઇ રહ્યાં છે. મહાયજ્ઞ મહોત્સવ પૂર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉલ્લાસભેર ઉજવાઇ રહ્યા છે. મહોત્સવને આડે હવે અઠવાડીયું બાકી હોય કડવા પાટીદારોમાં બમણો ઉત્સાહ છે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત કાલે સવારે ૯.૩૦ કલાકે અન્નપૂર્ણા (ભોજનશાળા) ચારીની ભવ્ય વધામણા યાત્રા યોજાશે.
અન્નપૂર્ણા (ભોજન શાળા) માં ભોજન બનાવવાની પ્રક્રિયા શરુ કરતાં પહેલા અગ્નિકુંડની પુજાવિધી કરી ચારી વધાવવાનો સમય સવારે ૧૧ કલાકનો ગોઠવાયો છે. આ શુભ અવસરે મોટી સંખ્યામાં કડવા પાટીદાર ભાઇઓ-બહેનો હાજરી આપી ધન્યતા પ્રાપ્ત કરશે.