જામનગર સમાચાર

જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરમાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા માતૃશ્રી વીરબાઈ માં જલિયાણ અન્નકોટ સમિતિ દ્વારા ગઈકાલે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ યોજાયો હતો, જેમાં અનેક જલારામ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો, ત્યારબાદ તમામ રોટલા ને પ્રસાદી રૂપે જલારામ ભક્તોને વિતરણ કરાયું હતું.WhatsApp Image 2024 01 18 at 11.15.38 ddc13a02વિક્રમ સવંત ૧૮૨૦ અને તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ માતુશ્રી વીરબાઈ માં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા સતત ૧૨મી વખત ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકોટ નું આયોજન કરવામાં આવ્યું હતું.WhatsApp Image 2024 01 18 at 11.15.37 81efacffજામનગર શહેરમાં વસવાટ કરતા જલારામ ભક્તોએ એકત્ર થઈને ગઈકાલે ૧૧૧ પ્રકારના રોટલા બનાવ્યા હતા, ત્યારબાદ જલારામ બાપાને અન્નકૂટ ના સ્વરૂપમાં ધરવામાં આવ્યા હતા, તેના દર્શન નો લાભ લેવા માટે ગઈકાલે અનેક જલારામ ભક્તો હાપા સ્થિત જલારામ મંદિરે એકત્ર થયા હતા, ત્યારબાદ જલારામ બાપાની મહા આરતી કરવામાં આવી હતી. જે આરતી બાદ તમામ રોટલા ને પ્રસાદી રૂપે જલારામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું, અને મહાપ્રસાદ યોજાયો હતો.WhatsApp Image 2024 01 18 at 11.15.36 e5eb91e8ઉપરોક્ત રોટલા અન્નકોટ મહોત્સવ ને સફળ બનાવવા માટે જલારામ સેવા ટ્રસ્ટ ના શ્રી રમેશભાઈ દતાણીની રાહબરી હેઠળ રોટલા સમિતિ બનાવાઈ હતી, જે સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી, જગદીશભાઈ સોમૈયા, નરોત્તમભાઈ થોભાણી, ધીરેનભાઈ દતાણી, ઉદિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ તન્ના, ઉદીતભાઈ પંચમતીયા, વિરલભાઈ બગલ, ભાવેશભાઈ દતાણી, ગિરીશભાઈ વિઠલાણી અને જયભાઈ દતાણી વગેરેએ સમગ્ર દિવસ દરમિયાન જલારામ મંદિરે ઉપસ્થિત રહી સમગ્ર મહોત્સવ ને સફળ બનાવ્યો હતો.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.