રૈયા રોડ જૈન સંઘમાં મહોત્સવનો પ્રારંભ: પૂજયશ્રીનું મંગલ પ્રવચન: મુંબઇના વિશાલભાઇ પંડીતનો સંયમ સંવેદના કાર્યક્રમ
રૈયા રોડ જૈન સંઘના આંગણે વૈશાલીનગર શ્રી શીતલનાથ જીનાલયમાં ૩૦મી વર્ષ ગાંઠની ઘ્વજારોહણ વિધી થઇ હતી. જેમાં રૈયા રોડ જૈન સંઘના આંગણે સૌ પ્રથમવાર મુમુક્ષુ ચિ. અંકિતાબેન શાહના સર્વ વિરતી સ્વીકારની ધન્ય ક્ષણોની અનુમોદના અર્થે આ.ભ.પૂ. શ્રી હાર્ષશીલસૂરીજી મ.સા. શ્રી પ્રદીપચંદ્રસુરીજી મ. તથા મુનિશ્રી કુમુદચંદ્ર વિ.મ. આદિ ઠાણા તથા શ્રમણીવૃંદની નિશ્રામાં શ્રી જિનેન ભકિત મહોત્સવનો પ્રારંભ થયો હતો.
જયારે આજરોજ તા. ર૪ ને શુક્રવારે ૮ વાગ્યે મુમુક્ષુ ચિ. અંકિતાબેન શાહની ભવ્ય વર્ષીદાન યાત્રા શિતલનાથ જિન પ્રસાદથી આરંભ થઇ વૈશાલીનગર દેરાસરે સંપન્ન થઇ હતી. ત્યારબાદ પૂજયશ્રીનું મંગલ પ્રવચન યોજાયું હતું. ત્યારે આ ભવ્ય વર્ષીદાન યાત્રામાં બહોળી સંખ્યામાં જૈન ભકતો ઉ૫સ્થિત રહ્યા હતા. અને ડી.જે. ના તાલે નાચતા ઝુમતા દેરાસરે પહોચ્યા હતા. જેમાં આજરોજ સંઘ સાધર્મિક વાત્સલ્ય બહેનોની સાંજી, ચોવિહાર વ્યકિત અને સાંજે સંગમ સંવેદના અને મુમુક્ષુ અંકિતાકુમારી નો ભવ્ય વિદાય સમારોહ પંડીતર્ય શ્રી વિશાલભાઇ તથા સંગીતજ્ઞ સનીભાઇના સથવારે થનારો છે.