સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નેટ-સ્લેટમાં સફળતા મેળવનાર ૭ર વિઘાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

 

યુ.જી.સી. નેટ-સ્લેટ તાલીમ કેન્દ્ર અને કેરીયર કાઉન્સેલીગ સેલ (સીસીસી) સૌરાષ્ટ્ર યુનિ. ના સંયુકત ઉપક્રમે ૨૦૧૭-૧૮ માં ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટ(જીસ્લેટ) અને નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ (નેટ) પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર ૭ર છાત્રોને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રેની સર્વોત્તમ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા બદલ સન્માનીત કરવાનો અને અનુસ્નાતક કરતાં છાત્રોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રભાવશાળી કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસી ઉપર સિન્ડીકેટ સદસ્ય ડો. મેહુલભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ સીસીડીસીના માઘ્યમથી યોજવામાં આવેલ હતો.

ઉચ્ચશિક્ષણની સવોત્તમ પરીક્ષામાં ૭ર છાત્રોને મળેલી ઝળહળતી સફળતાને બિરદાવવા માટે પ૦૦ થી વધુ અનુસ્નાતક છાત્રોની ઉ૫સ્થિતિમાં પ્રતિષ્ઠાશાળી કાર્યક્રમનું આયોજન કરાયેલ. આ કાર્યક્રમમાં પુજીત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટના અંજલીબેન રુપાણી વિશેષ ઉપસ્થિત રહી સફળતા મેળવનાર છાત્રોને અભિનંદન પાઠવી જણાવેલ કે નેટ-સ્લેટ પરીક્ષામાં સફળતા મેળવવા ભાવિ અઘ્યાપકો એ બેવડી ભુમિકા અદા કરવાની છે. ગુણવતાયુકત શિક્ષણની સાથે સમાજ ઉપયોગી ઉતરદાયીત્વ નિભાવી ગુરુ શિષ્ય નો આદર્શ સ્થાપીત કરશો તેવી શીખ સાથે અનુસ્નાતકમાં અભ્યાસ કરતા છાત્રોને પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીશ્રમ કરવા જણાવેલ હતું. યુનિવસિટીના કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવેએ યુ.જી.સી નેટ-સ્લેટ કેન્દ્ર અને ભવનોના કો-ઓડીનેટર્સની કામગીરી તથા સીસીડીસી અને છાત્રોની સફળતાને બિરદાવી ભવિષ્યમાં પણ વધુ સફળતા માટે આશીવચન આપેલ.

કાર્યક્રમમાં વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવા અંજલીબેન રુપાણી, કુપતિ પ્રો. નિલામ્બરીબેન દવે, ડો. નેહલભાઇ શુકલ, કુલસચિવ આર.જી.પરમાર,ડો. ભાવિનભાઇ કોઠારી,ડો. વિજયભાઇ દેશાણી, ડો. પરાગભાઇ દેવાણી, ૫્રો. નિકેશભાઇ શાહ, ડો. ભરતભાઇ ખેર જુદા જુદા અનુસ્નાતક ભવનોના સંયોજકો અને અઘ્યાપકો પ્રો. જેઠાભાઇ ચઁદ્રવાડીયા, પ્રો. સી.કે. કુંભારણા, ડો. હર્ષવદન, જેઠવા, ડો. ભરત કટારીયા,ડો. યોગેશ જાેગશન, ડો. પિયુષ સોલંકી, ડો. રેખાબા જાડેજા, વગેરે ઉ૫સ્થિત રહેલ હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, કાંતીભાઇ એ જહેમત ઉડાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.