અંજાર સમાચાર

ગુજરાતના 50માં સ્થાપના દિવસની સ્મૃતિમાં બનેલા કળશ સર્કલ પરથી કળશ ગાયબ થવાની ઘટના બની છે .
અંજારમાં 2001 ના ભૂકંપ બાદ અનેક વિકાસ કામો થયા તેમાં ગુજરાત રાજ્યના 50 મા સ્થાપના દિવસની સ્મૃતિ રૂપે લાખો રૂપિયા ખર્ચી કળશ સર્કલનું નિર્માણ કરાયું. જ્યારે બન્યું ત્યારે લાઇટિંગ સહિતની વ્યવસ્થાને કારણે શહેરનો પ્રવેશ શોભાયમાન બન્યો હતો પરંતુ અચાનક કળશ સર્કલ પરની શોભા કળશ ગાયબ થઈ જતા આ સર્કલ બાબતે લોકમુખે ચર્ચાઓ ઉઠી રહી છે.

WhatsApp Image 2023 10 09 at 14.00.44 e8f3a7c5
મીડિયા દ્વારા આ વાતની ખરાઈ કરવા માટે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીનો ટેલીફોનિક સંપર્ક સાધતા જાણવા મળ્યું કે કળશ સર્કલનું ડેવલપમેન્ટ વેલ્સ્પન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. બીપોર જોય વાવાઝોડા પહેલા જ કળશ તૂટી ગયો હતો. કળશ ઉપર શુકનનું પ્રતિક ગણાતા શ્રીફળમાં પણ મોટું બાકોરું પડી ગયું હતું. સર્કલની ચો તરફ લગાવવામાં આવેલી વેલસ્પન કંપનીની જાહેરાત સાથેની રેલિંગ પણ તૂટી ગઈ હતી, ત્યારબાદ બીપોરજોય વાવાઝોડામાં અધૂરામાં પૂરું એવું સર્કલ પરથી કળશ ધરાશાય થઈ ગયું હતું.

પૂર્વ પ્રમુખ લીલા વંતીબેન દ્વારા અનેક વખત વેલસ્પન કંપનીમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. કંપની દ્વારા આજ દિવસ સુધી કળશ સ્થાન પર રાખવામાં ન આવતા,પાલિકા દ્વારા કળશને માન ભેર પાલીકાની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે.  અન્ય એક સંસ્થાથી વાતચીત ચાલુમાં હોય સંસ્થા દ્વારા કળશ સર્કલ પર કળશનું ફરીથી ડેવલપમેન્ટ કરવામાં આવશે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.