Anjarના તાલુકા પંચાયત પ્રાગણમાં સવારે 11.૦૦ વાગ્યે ધારાસભ્ય તથા પ્રમુખના વરદ હસ્તે 535.79 લાખના 194 વિકાસ કામોના વર્ક ઓર્ડેર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું. જેમાં અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ ભુરાભાઈ વી.છાંગા, APMC ચેરમેન વેલાભાઈ જરૂ, બાંધકામ સમિતિ ચેરમેન મશરૂભાઈ રીણાભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ અરજણ છાંગા,જીલ્લા પંચાયત સદસ્ય લખીબેન રમેશ ડાંગર,મહાસચિવ રાષ્ટ્રીય સરપંચ સંગઠન દેવઇ કાનગડ, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન સામજી રામજી ચાવડા, સાંસદ ન્યાય સમિતિ ચેરમેન તાલુક પંચાયત રાણીબેન અર્જુન થારું, શાસકપક્ષ ના નેતા,તાલુકા પંચાયત પરમાભાઈ ખેતાભાઇ પટેલ, તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતાયુવરાજસિંહ આર.જાડેજા, તાલુકા પંચાયત અંજાર જીગર હરીશ ગઢવી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહેલ હતા. તથા તમામ ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
કાર્યક્રમમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહાનું ભવોનું શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી પાયલ ચૌધરી દ્વારા કરવામાં આવેલ છે.ત્યાર બાદ ધારાભ્ય ત્રિકમભાઈ બી છાંગા દ્વારા કાર્યક્રમને અનુરૂપ વિકાસ કામો બાબતે પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવેલ હતું. ત્યારબાદ ધારાસભ્ય તથા તાલુકા પંચાયત પ્રમુખ અંજાર તથા સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પ્રતિક રૂપે 9 ગામના સરપંચોને વર્ક ઓર્ડેર એનાયત કરવામાં આવેલ હતું. જેમાં નગાવલાડિયા, સંઘડ,ટપ્પર, સતાપર, લાખાપર,કોટડા,બીટા વલાડિયા,મેઘપર, બોરીચી વિગેરે ગામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમના અંતે આબાભાઈ નાથાભાઈ રબારી સદસ્ય તાલુકા પંચાયત દ્વારા કાર્યક્રમમાં પધારેલ સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો.
ભારતી માખીજાણી