પરિવારની મંજૂરી વગર લગ્ન કરતા પતિને કાકાએ મારી નાખવાનો પ્રયાસ કર્યાની ભત્રીજીએ ફરિયાદ નોંધાવી
પૂર્વે કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના કાકાએ જમાઇ પર ફાયરીંગ કર્યાની ઘટના પોલીસ ચોંપડે નોંધાય છે. લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે નાશી છૂટેલા હુમલાખોરોને ઝડપી લેવા નાકાબંધી કરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારના મોતીહાર જિલ્લાના વતની અને હાલ અંજાર તાલુકાના વરસામેડી ગામે રહેતા આરતીબેન રોહિતકુમાર શહની નામની પરિણીતાના પતિ રોહીતકુમાર શહની પર બાઇક પર આવેલા શકદાર તરીકે સંજય કુમાર રાયે સહિત બંનેએ બે રાઉન્ડ ફાયરીંગ કરી મારી નાખવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બિહારના મોતહરા જિલ્લાના બજરીતા ગામની વતની છે. આરતીબેનને યાદવને ગામના જ રોહીતકુમાર સાથે પાંચ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા બાદ દંપતિ ગાંધીધામ ખાતે રહેવા આવ્યા હતા. લગ્ન જીવનથી સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો હતો.
રોહીતકુમાર શહની નુરાની ટીમ્બર્સ પ્લાયવુડ ખાતે મુનશી તરીકે નોકરી કરે છે. નિત્યક્રમ પ્રમાણે પતિ રોહીતકુમાર નોકરી પરથી ઘરે આવી રહ્યો હતો ત્યારે ડીવાઇન વીલા સોસાયટી ખાતે પહોંચ્યો ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો આવેલા તેમાં બેઠેલા શખ્સે રિવોલ્વરમાંથી ફાયરીંગ કરવા લાગેલા જેમાં રોહીતકુમારને પગમાં ગોળી વાગતા પડી ગયેલા તેને લોહી લુહાણ હાલતમાં આદીપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આરતીબેનએ પરિવારની સંમતિ વગર અને પતિ ઉતરતી જ્ઞાતિના હોવાથી લગ્ન કર્યા હોવાથી પરિવારજનોને અમારા લગ્ન માન્ય ન હોય જેથી પિયર પક્ષના કાકા સંજય યાદવ દ્વારા અવાર-નવાર ધમકી આપતા હોવાથી વતન છોડી ગાંધીધામ ખાતે રહી છે. આ ફાયરીંગ કાકા સંજય યાદવે કર્યાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે શકદાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.