એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આજ રોજ તા. 2-7-2024, મંગળવારે ગોવર્ધન પર્વત – સત્તાપર (અંજાર ) મધ્યે, કારગીલ કંપનીના સહયોગથી મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં અને . ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મહંત ત્રીકમદાસજી મહારાજ,અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને અંજાર શહેર અને તાલુકાના ચૂંટાયેલા તથા સંગઠનના સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..
વડાપ્રધાને તાજેતરમાં પાંચમી જૂન, વિશ્ર્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્ર્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.
વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગોવર્ધન પર્વત – સત્તાપર ( અંજાર ) મધ્યે મહંત ત્રિકમદાસજી મહારાજ અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અંજાર તાલુકા અને શહેર ભાજપ તથા કારગીલ કંપની અને એનાર્ડે ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વડાપ્રધાનના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ એક પેડ મા કે નામ અભિયાનને પણ સૌ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને મહંત ત્રિકમદાસજી મહારાજે વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર