- તાલુકાકક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
- 13 જેટલા નામાંકિત નોકરી દાતાઓ રહ્યા હાજર
- 110 ઉમેદવારોએ કરાવ્યા હતા રજીસ્ટ્રેશન
- 87 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ
કચ્છ જિલ્લાના રોજગાર વાચ્છુંક ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી જિલ્લાકક્ષાના એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન આઈ.ટી.આઈ અંજાર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આઇટીઆઇ પાસ, ધોરણ ૧૨ પાસ, ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 13 જેટલા નામાંકિત નોકરી દાતાઓએ ભાગ લીધો હતો તેમજ 110 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કુલ 87 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી.
અનુસાર માહિતી મુજબ, કચ્છ જિલ્લાના રોજગાર વાચ્છુંક ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી જિલ્લાકક્ષાના એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન ITI અંજાર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ITI પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉંમર મર્યાદા 18 થી 35ની રહી હતી. આ એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. તેમાં 13 જેટલા નામાંકિત નોકરી દાતાઓએ ભાગ લીધો હતો. તેમજ 110 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કુલ 87 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી.
અહેવાલ : ભારતી માખીજાણી