અંજારમાં ભંગારમાં આવેલી કારના ટુકડા કરી તેના એન્જીન અને ચેસિસ નંબર અન્ય કારમાં ચડાવીને વહેંચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભંગારવાળાને દબોચી તેના સથીદારની શોધખોળ શરૂ કરી છે. દરોડામાં પોલીસે રૂ.4.10 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે ભુજ-ભચાઉ બાયપાસ રોડ પર ઓમનગર રસ્તા પર ક્રિષ્ના નગર-માં આવેલા ઝમઝમ સ્ક્રેપ નામના ભંગારના વાળામાં છળ કપટથી મેળવેલી જૂની ગાડીઓને કાપી નાખી અન્ય ગાડીઓમાં તેના એન્જીન, ચેસીસ અને નંબર પ્લેટ લગાવી તે ગાડી વેચી નાખવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. જેમા હાલે પણ એક ગાડી કપાઈ રહી હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડતા ત્યાં એક કારનું કટિંગ થતું હોવાનું સામે આવ્યું હતું. જેના રજિસ્ટ્રેશન નંબર પોકેટકોપ એપમાં નાખી તપાસ કરતા તે કાર કુંભાર ફળિયામાં રહેતા હારૂન ઉમર કુંભરની કાર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ત્યાં પડેલી વધુ એક સફેદ કલરની કટિંગ થયેલી કાર ચેન્નાઈના ક્રિષ્ના રતિલાલ રાઠોડની હોવાનું સામે આવ્યું હતું.

IMG 20210603 WA0160anjar

જેથી પોલીસે તુરંત હારૂનને ઝડપી પાડી તેની પ્રાથમિક પૂછતાછ કરતા હારૂન અને તેનો ભાગીદાર કાસમ આમદ કુંભાર જૂની કાર છળકપટથી મેળવી તેના ચેસિસ અને એન્જીન નંબર અન્ય કારમાં ચડાવીને વહેંચતા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ પ્રકારે અન્ય 4 કારો તેણે વેચી હોવાનું કબૂલાત અંજાર પોલીસે વેચી નાખેલી 3 અલ્ટો કાર તેમજ 1 મારુતિ 800 કારને કબ્જે કરી લીધી હતી અને ભંગારના વાળા માંથી મળેલી કાર ઉપરાંત કપાઈ ગયેલી કાર સહિત કુલ રૂ.4.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી હારૂન, વાળા ધારક કાસમ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.