- સરહદ ડેરી દ્વારા અમૂલ ખીરનું ઉત્પાદન શરૂ કરાયું
- અમૂલ ખીર કાલથી બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે
- ખીરનું બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ શરુ થશે
કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા “સરહદ ડેરી” ની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે. જેનું લોંચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેને જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા હંમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉત્તરોતર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે. તેમજ અમૂલ ખીર સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત માત્ર 15 રૂપિયા પ્રતિ 85 ગ્રામના પેકમાં આવતી અમૂલ ખીર કાલથી બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે. તેમજ આ લોંચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજર તેમજ તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ , કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા “સરહદ ડેરી” ની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે. જેમાં દૂધ સંઘના ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ ખીરના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જેનું લોંચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રોડક્ટના લોંચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજી હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા હમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે અંતર્ગત ઉત્તરોતર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે. અમૂલ ખીર સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ સાથે ગુજરાતમાં ત્રીજી ડેરી છે જે અમૂલ ખીરનું ઉત્પાદન કરી રહી છે.
જેમાં આ ઉત્પાદનો ફાયદા વિષે જણાવતા વલમજીએ જણાવ્યુ કે અમૂલ ખીર એ ઉચ્ચ ગુણવત્તા યુક્ત માત્ર 15 રૂપિયા પ્રતિ 85 ગ્રામના પેકમાં આવતી કાલ થી બજાર માં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે. આ ખીરમાં યોગ્ય માત્રા માં સુગર, દૂધ સાથે ઉત્તમ પ્રકારના ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ઘર જેવી ખીર નો જ અનુભવ થશે. તેમજ આ લોંચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજર નિરવ ગુસાઈ તેમજ આઇસક્રીમ, પ્લાન્ટ તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી