- કચ્છમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથવાત
- અંજાર માંથી 253 કિલો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો
કચ્છ ન્યૂઝ : અંજાર હાઈવે રોડ પર રતનાલ પાસે આવેલી હાઈવે હોટલ પર આજે અંજાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં આ હોટલમાંથી મોટી માત્રામાં પોષડોડાનો પાવડર પકડાયો છે. અંજાર પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલી વિગતો મુજબ રતનાલ પાસે આવેલી રામદેવ હોટલ રાજસ્થાનેથીમાં તપાસ કરવામાં આવી હતી.
જેમાં હોટલમાંથી પોષડોડાનો 196.465 કિલો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત 56.680 કિલો ફાડિયા મળી આવ્યા હતા. કુલ 253.145 કિલો માદક દ્રવ્ય કબજે કરવામાં આવ્યું છે. જેની કિંમત 7,69,335 આંકવામાં આવી છે. આ સાથે મોબાઈલ અને ટ્રક સહિત કુલ 12,66,485 નો મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજસ્થાનના રામાલાલ મુનાલાલ ચૌધરીની અટક કરવામાં આવી છે, જ્યારે ધર્મારામ ચૌધરી હાજર મળી આવ્યો નથી. જેની ધરપકડ માટેનો ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
ભારતી માખીજાણી