- પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો
- વિરેન્દ્રકુમાર કેસરાણીના 7 લાખથી થઈ હતી ચોરી
- રૂ. 10 લાખનો ચેક આપી પ્રવિણ મેરને મોકલ્યો હતો પૈસા ઉપાડવા
નખત્રાણાના નાના અંગિયાના હાલે મેઘપર બોરીચીના સંસ્કારનગરમાં રહેતા વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજીભાઈ કેસરાણીના બેન્સોમાં આવેલા માલ તથા કામ કરતા માણસો પૈસા ચુકવવાના હોવાથી તેમના શહેરની બેન્કમાંથી રૂ.10 લાખ ઉપાડવા બે ચેક લખી પ્રવિણ મેરને આપી પૈસા ઉપાડવા મોકલ્યા હતા. ત્યારે રીટર્ન આવતા પ્રવિણ મેર પાસે થી ઇસમો રૂ.૭ લાખ લઈને ભાગી ગયા હતા. આ બાબતે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં હતી. પોલીસને તપાસ દરમિયાન પ્રવિણ મેરની વાતો શંકાસ્પદ લાગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેને લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબુલ્યું હતું.
અંજાર પોલીસે લૂંટનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલ્યો; લૂંટમાં ગયેલ રોકડ રૂપિયા 7 લાખ કબ્જે કર્યા
મુળ નખત્રાણાના નાના અંગિયાના હાલે મેઘપર બોરીચીના સંસ્કારનગરમાં રહેતા અને રિશિકા વુડ ઇન્ડ્રસ્ટ્રીઝના સંચાલક વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજીભાઈ કેસરાણી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, શુક્રવારે બેન્સોમાં આવેલા માલ તથા કામ કરતા માણસો પૈસા ચુકવવાના હોઈ તેમના અંજારની ઇન્ડસઈન્ડ બેન્ક શાખામાંથી રૂ.૧૦ લાખ ઉપાડવા બે ચેક લખી બેન્સોમાં કામ કરતા પ્રવિણભાઈ મેરને આપી પૈસા ઉપાડવા મુક્યો હતો.
તે પૈસા ઉપાડી નિકળ્યો ત્યારબાદ ૧૫ મિનિટ પછી તેણે ફોન કરી જણાવ્યું હતું કે તે પૈસા ઉપાડીને બેન્સા તરફ આવતો હતો. ત્યારે મેઘપર-બોના અંડરબ્રિજ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી એક મોટર સાયકલ પર આવેલા બે ઇસમોએ ચાલુ મોટર સાયકલે લાત મારી તેમને પાડી દીધા હતા. તેઓ ઉભા થયા તો બીજી લાત મારી પાડી દીધા હતા. આ માણસે એકટીવાની ચાવી કાઢી ડેકીમાં રાખેલી રૂ.૭ લાખ લઈને ભાગી ગયા હતા.
આ લૂટની ઘટનામાં રૂ.૧૦ લાખમાંથી રૂ.૭ લાખ એક્ટિવાની ડીકીમાં રખાયા હતા અને રૂ.૩ લાખ ખિસ્સામાં રાખ્યા હતા. લૂંટ કરવા આવેલા ઇસમોએ ભોગ બનનારને બે વખત લાત મારી પાડી દીધા બાદ એક્ટિવાની ચાવી વડે ડીકી ખોલી રૂ.૭ લાખ લૂંટી તે ઇસમો ચાલ્યા ગયા હતા. તેમણે આ બાબતે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને આ ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન પ્રવિણ મેરની વાતો ગોળ ગોળ તેમજ શંકાસ્પદ લાગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી ગયો હતો અને લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબુલ્યું હતું.
આ કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ. વિકાસ યાદવ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ, પો.સબ.ઇન્સ એસ.જી.વાળા, બી.એસ.ચૌહાણ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી