- લોકજાગૃતીના હેતુથી કરાયું લોન મેળાનું આયોજન
- બેંકના મેનેજર તેમજ પ્રતિનિધિઓ સહીત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
અંજાર ટાઉનહોલ ખાતે પોલીસ દ્વારા બેન્કના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન કરાયું હતું. પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ તેમજ પોલીસ સ્ટેશન દ્વારા SBI ,Bank of Baroda, EXISE bank શાખા તથા નગરપાલિકા અંજારના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં લોન મેળવવા માગતા 50 થી 60 જેટલા લોકો હાજર રહ્યા હતા. જેઓને બેંકના મેનેજર તેમજ પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન, વીમા પોલીસી, બચત યોજનાઓ વગેરે વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ફ્રોડ અને વ્યાજ વટાવથી સાવચેત રહેવા જણાવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી અંજાર ટાઉનહોલ ખાતે અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશન દ્વારા SBI ,Bank of Baroda, EXISE bank શાખા તથા નગરપાલિકા અંજારના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોન મેળવવા માગતા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ૫૦ થી ૬૦ માણસો હાજર રહ્યા હતા. જેઓને બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેન્ડ લોન. વીમા પોલીસી, બચત યોજનાઓ વિગેરેની તથા ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ.
તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લીંકથી ફ્રોડ કરવામાં આવે છે તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાદારી માણસોને ઊંચા વ્યાજથી નાણાનું ધીરણ કરી વ્યાજ રૂપે ખૂબ જ મોટી રકમ વસૂલ કરી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય તેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવવો ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોની ચુંગલમાં ન ફસાય તે માટે આજરોજ અંજાર પોલીસ દ્વારા ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થે લોન મેળાનું આયોજન કરી આ બાબતે કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક અંજાર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે બાબતની તમામને જાણ કરવામાં આવી. તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઈમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે.
અહેવાલ: ભારતી માખીજાણી