અંજાર સમાચાર
અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં મકાનના ખુલ્લા પ્લોટમાંથી ₹1,45,000 ના ટ્રકોના ઘસાઈ ગયેલા ટાયરો ચોરી થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે . અંજારના મેઘપર બોરીચીમાં રહેતા અને સિદ્ધિવિનાયક કાર્ગો મૂવર્સ ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા જગદીશ કુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ ટ્રાન્સપોર્ટની ટ્રકોના 29 ટાયરો જે ઘસાઈ ગયા હતા તે બદલાવી ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આજથી ચારેક મહિના પહેલા રાખ્યા હતા ગત રાત્રી સુધી ફરિયાદીએ સુતા પહેલા જોયું તો ટાયરો પડ્યા હતા પરંતુ આજે સવારે ઊઠીને જોયું તો ટાયરો જોવા મળ્યા ન હતા.
ફરિયાદીએ સૌપ્રથમ આજુબાજુ તપાસ કરી પરંતુ ટાયર મળ્યા ન હતા. જેથી ટ્રાન્સપોર્ટના માલિકને ફોન કરી રૂપિયા 1,45,000 ની કિંમતના 29 ટાયર ચોરી થઈ હોવાનું જણાવી અંજાર પોલીસમાં મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યોગ્ય કલમો તળે ગુનો નોંધી અંજાર પોલીસ સ્ટેશનના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક પી.જે.રેણુકા તથા પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી વધુ તપાસ હાથ ધરી,ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે ત્રણ આરોપીઓ રસપાલ ઉર્ફે રાજા હરભજનલાલ મેગી (પંજાબી)( ઉ.વ.31 રહે હાલે મ.ન.60જલારામ સોસાયટી શાંતીધામ વરસામેડી તા.અંજાર મુળ રહે.પંજાબ),મીલન જીતુભાઈ પુરોહીત ઉ.વ, 20 રહે. હાલે મ.ન.15/16 સેક્ટર-03 શાંતીધામ વરસામેડી તા.અંજાર મુળ રહે પોરબંદર),રવિ રાજુભાઈ જોષી( ઉ.વ.25,રહે,હાલે મ.ન.220 શાંતીધામ-03 વરસામેડી તા.અંજાર મુળ રહે.પોરબંદર) શોધી સઘન પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ગુનાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1,45,000ની કિંમતના મોટા ટ્રકના ટાયરો કુલ્લે નંગ-29 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.