- પોલીસ દ્વારા અંજાર રોટરી ક્લબ ખાતે “તેરા તુજ કો અર્પણ”કાર્યક્રમનું આયોજન
- મોબાઈલ ફોન તથા લુંટના ગયેલ રોકડ સહિતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો
- ધારાસભ્ય, પોલીસ અધિક્ષક સહિતનાઓના હસ્તે મુદ્દામાલ કરાયો સુપ્રત
સુરક્ષા સાથે સેવાનુ ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સુત્રને અંજાર પોલીસે સાર્થક કર્યું છે. પોલીસ દ્વારા અંજાર રોટરી ક્લબ ખાતે “તેરા તુજ કો અર્પણ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,. જેમાં ચોરી તથા લુંટમાં ગયેલા મોબાઈલ ફોન, રોકડ રૂપિયા સહીતનો મુદ્દામાલ ધારાસભ્ય ત્રિકમ છાંગા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના સહિતનાઓના હસ્તે સુપ્રત કરવામાં આવ્યો હતો.
સુરક્ષા સાથે સેવાનુ ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સુત્રને સાર્થક કરતી અંજાર પોલીસ. અંજાર પોલીસે ગુજરાત પોલીસનું “તેરા તુજ કો અર્પણ” નુ સુત્ર સાર્થક કરી હતી. તેમજ અંજાર પોલીસ દ્વારા અંજાર રોટરી ક્લબ ખાતે “તેરા તુજ કો અર્પણ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંજાર પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઇલ ગુમની અરજીઓ બાબતે સી.ડી.આર.એનાલીસીસ કરી તેમજ સી.ઈ.આઈ પોર્ટ.આ૨. માધ્યથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ-29 શોધી કાઢી તેમજ અંજાર પોલીસ મથકમાં નોંધાયેલ લુંટમાં ગુન્હા કામે રોકડા રૂપિયા સાત લાખ (રૂ.7,00,000/-) રીકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ આજરોજ અંજાર રોટરી ક્લબ ખાતે “તેરા તુજ કો અર્પણ” નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજનમાં મુળ માલીક/અરજદારને મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પ્રો.આઈ.પી.એસ. વિકાસ યાદવ અને અંજાર PI એ.આર.ગોહીલના હસ્તે સુપ્રત ક૨વામાં આવેલ છે. તેમજ આ કામગીરી અંજાર PI એ.આર.ગોહલ, PSI એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
અહેવાલ : ભારતી માખીજાણી