• તારીખ 12 નવે. અને અગિયારસના રોજ યોજાશે સમૂહ લગ્ન
  • 11 નવેમ્બરે સામુહિક જનોઈ વિધિનું કરાયું આયોજન
  • આ વર્ષે દેશ વિદેશથી આશરે 1 થી 2 લાખ લોકો ઉપસ્થિત રહેશે
  • પહેલા દિવસે હવન અને રથયાત્રાનું આયોજન
  • 23 યુગલોને ટ્રસ્ટ તરફથી ભેટ અપાશે

અંજારમાં સંત સ્વામી લીલાશાહ મહારાજની 51 મી પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સંત લીલાશાહ મહારાજે પોતાના ખર્ચે ઘણા બધા સમુહલગ્ન કરાવ્યા છે. ત્યારે લીલાશાહ ટ્રસ્ટે આ પરંપરા જાળવી રાખી છે અને દિવાળી બાદ અગિયારસના દિવસે 12 નવેમ્બરના રોજ કન્યાઓના નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત 10 નવેમ્બરે ભવ્ય રથયાત્રા અને 11 નવેમ્બરના રોજ સામુહિક જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે અંગે આયોજકોએ અબતકને માહિતી આપી હતી.

અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ સંત સ્વામી લીલાશાહ મહારાજની કુટિયામાં સમૂહ લગ્ન યોજાશે. જે અંતર્ગત સંત સ્વામી લીલાશાહ મહારાજની 51 મી પુણ્યતિથિ  ત્રિદિવસીય મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓને આજરોજ આખરી ઓપ આપવામાં આવી હતી.

ત્યારે સ્વામી લીલાશાહ ટ્રસ્ટના ટ્રસ્ટીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, કહેવાય છે કે, સંત લીલાશાહ મહારાજના જીવનનું મૂળ સૂત્ર હતું કે , દેશમાંથી દહેજ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થવી જોઈએ .જે માટે સ્વામીજી એ સૌ પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી, ત્યારબાદ ઘણી બધી ગરીબ દીકરીઓને સમુહ લગ્નમાં કોઈ પણ પ્રકારના ખર્ચ વગર પોતાના ખર્ચે લગ્ન કરાવ્યા હતા. તે પ્રથા સ્વામી લીલાશાહ ટ્રસ્ટે આજ દિવસ સુધી જાળવી રાખી છે અને દિવાળી બાદ અગિયારસના દિવસે કન્યાઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન કરવામાં આવે છે.

સંત સ્વામી લીલાશાહ મહારાજને દેશ અને દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ધર્મગુરુ તરીકે માનવામાં આવે છે. અને આ ત્રણ દિવસના મહોત્સવમાં લાખો લોકો સ્વામીજીના દર્શન માટે આવે છે કહેવાય છે કે, સ્વામીજી નો ઝોલો એ જાદુઈ ઝોલો હતો .જેમાંથી સ્વામી જ્યારે ચાહે ત્યારે કોઈ પણ વસ્તુ , કેટલા પણ પ્રમાણમાં કાઢીને ગરીબોની મદદ માટે આપતા હતા.સ્વામીના દરબારમાંથી કોઈપણ વ્યક્તિ ખાલી હાથ જતું ન હતું .જ્યારે પણ કોઈ ગરીબ વ્યક્તિ સ્વામી પાસે રૂપિયાની માંગણી કરતું હતું, ત્યારે સ્વામી તેમને જોઈતા રૂપિયા પોતાના ઝોલામાંથી કાઢીને આપી દેતા હતા. તે અત્યાર સુધી કોઈ નથી જાણી શક્યું કે, સ્વામીજીના ઝોલામાં તે પૈસા ક્યાંથી આવતા હતા. તેવી જ રીતે સમૂહ લગ્નમાં કન્યાઓને દેવા માટેનું દાન ક્યાંથી આવે છે તે હજુ સુધી જાણી શક્યું નથી સૌ દાતાઓ ગુપ્ત દાન કરે છે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.