- ઠેકેદારે બળજબરી પૂર્વક વારંવાર બદકામ કર્યું હોવાનું જણાવાયું
- તેણીની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે
- પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Anjar : છેલ્લા ઘણા સમયથી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે રતલામની હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સગીરાએ ફેબ્રુઆરીમાં તે પોતાના પરિવાર સાથે અંજાર વિસ્તારમાં રહેતી ત્યારે ઠેકેદારે તેની સાથે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સામે આવ્યું હતું. આ દરમિયાન અંજાર પોલીસે ઝીરો નંબરથી દાખલ કરાવાયેલી ફરિયાદમાં પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરાએ રતલામ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતાં સૌ ચોંકી ગયા હતા અને પુછપરછ બાદ સગીરાએ તે પોતાના પરિવાર સાથે અંજાર વિસ્તારમાં રહેતી તેનો પરિવાર અહીં મજૂરી કામ કરતો હતો.
ત્યારે આ દરમિયાન 2 ફેબ્રુઆરી 2024 થી 23 માર્ચ 2024 દરમિયાન ત્યાં જે ઠેજીતેહ બીહારી નામનો ઠેકેદાર હતો. તેણે તેની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં પરિવારે રતલામ ખાતે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવતાં અંજાર પોલીસે તે ફરિયાદના આધારે પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.