- પોલીસ સ્ટાફે જીવના જોખમે બચાવી 700 લેબર અને સ્ટાફની જાન
- દીનદયાળ પોર્ટ ઓથોરિટી સહિતની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી
Anjar: કચ્છના અંજાર નજીકની ઇલેક્ટ્રોનિક આઈટમ બનાવતી જીનસ કંપનીમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંજાર પી.આઈ. એ.આર. ગોહીલ અને પોલીસ સ્ટાફે જીવ ના જોખમે કંપનીની અંદર જઈને 700 લેબર અને સ્ટાફ ને બચાવી બહાર કાઢયા છે. આ ઉપરાંત ગાયો અને બે વાછરડા બચાવ્યા છે.
આગના સમાચાર મળતા અગ્નિસમકદળો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને કંપનીના કર્મચારીઓને પણ બહાર લઈ લેવામાં આવ્યા હતા. આજે આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની થી દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા હતા. આગને કાબુમાં લેવા માટે અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા, અંજારની અન્ય ખાનગી કંપનીના ફાયર બ્રિગેડ દીનદયાળ પોર્ટ ઓથોરિટી સહિતની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. વિકરાળ આગના સમાચાર મળતા જ પોલીસના અધિકારીઓ, અંજાર નાયબ કલેકટર અને અંજાર વિભાગના ધારાસભ્ય પણ ઘટના સાથે પહોંચ્યા હતા. અત્યાર સુધી જાનહાનિ ના કોઈ સમાચાર નથી.
ભારતી માખીજાણી