કોસ્મેટિક કંપનીનું પેમેન્ટ બીજાના એકાઉન્ટમાં જમા થઈ જતાં પરત ન કરતા પોલીસ ફરિયાદ કરાઈ
અંજારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુના ખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે ગઈકાલે વધુ એક છેતરપીંડીની ઘટના બનવા પામી છે.જેમાં કોસ્મેટિક કંપની દ્વારા તેની અન્ય પેઢીને બેંકમાં ચેક દ્વારા કરવામાં આવેલું રૂ.55 લાખનું પેમેન્ટ મેનેજરની શરતચૂકથી ભૂલમાં કોઈ અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં થઈ જતાં તેને પરત બેંક દ્વારા લેવા માટે જે તે વ્યક્તિનો સંપર્ક કરતા તેને રૂપિયા પરત ન કરી છેતરપિંડી કરતા તેની સામે પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.
વિગતો મુજબ અંજારના સહજાનંદ પાર્કમાં રહેતા અને જી.આર.જી કોસ્મેટિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા નિલેશભાઈ રમેશચંદ્ર બાંભણિયા નામનાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.16/05/2023 ના રોજ હું જી.આર.જી.કોસ્મેટીક પ્રા.લીમીટેડના આઈ.સી.આઈ.સી.આઈ.એકાઉન્ટથી વેલ્સપન ગ્લોબલ બ્રાન્ડસ લી.કંપનીના એકાઉન્ટ વાળામાં રૂ.55 લાખ ટ્રાન્સફર કરવાના હતા જે અમારી કંપનીના આઈ.સી.આઈ.સી.આઈ.બેન્ક એપ્લીકેશ ન માર્ગ ટ્રાન્સફર કરતી વખતે મારાથી શરતચૂકથી વેલ્સપન બ્લોબલ બ્રાન્ડસ લી.કંપનીના આઈ.સી.આઈ. સૌ.બેંકના એકાઉન્ટ નંબરના બદલે અન્ય એકાઉન્ટમાં રૂ.55 લાખ ટ્રાન્સફર થઈ ગયેલ જેથી આ બાબતે મેં અમારી કંપનીના ઉપરી અધિકારીનાઓને જાણ કરેલ અને બીજા દિવસે તા.17/05ના રોજ આઈ.સી.આઈ.સી.બેન્ક વેલ્સપન બ્રાન્ચને લેખિત જાણ કરી ખોટા એકાઉન્ટમાં થયેલ નાણા હોલ્ડ રાખવા અને નાણા રીફ્રેન્ડ કરવા જાણ કરેલ પરંતુ બેન્કે અમોને આ નાણા હોલ્ડ કરી આ પેલ અને બેન્કે જાણ કરેલ કે આ નાણા રીફન્ડ કરવા સારૂ પ્રથમ સામેવાળા એકાઉન્ટ ધારકની વૈખિત મંજુરી હોવી જરૂરી છે,જેથી અમારી રીતે સામેવાળા એકાઉન્ટ વાળાના સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરંતુ તેનો સંપર્ક ન થતા તેને અમારા રૂપિયા પરતના તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.