- પાંચ માસમાં પકડાયેલા 11.78 લાખના પ્રોહીબિશન મુદ્દામાલનો વીડી સીમ વિસ્તારમાં કર્યો નાશ
- વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- 2551 તથા બિયર ટીન નંગ-304 પ્રોહી. મુદ્દામાલ નાશ કરાયો
- મુદામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, JCB,સહિતના વાહનોનો ઉપયોગ કરાયો
અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પાંચ માસમાં પકડાયેલા 11.78 લાખના પ્રોહી મુદ્દામાલનો અંજારના વીડી સીમ વિસ્તારમાં નાશ કર્યો હતો. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની સૂચના અનુસાર અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે માસ 10/24 થી તા.3/25 દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના અગલ-અલગ- ૦૪ ગુના તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોબીહીશના અગલ-અલગ ૩૨ ગુના એમ કુલ-૩૬ ગુનાઓમાં કબ્જે કરી હતી.
અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- 2551 તથા બિયર ટીન નંગ-304 એમકુલ રૂ.11,78,742 ની કિંમતના વિદેશી દારૂ અને બિયરનો પ્રોહી મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ એસ.જે.ચૌધરી તથા નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીની રૂબરૂમાં અંજાર પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.આર.ગોહિલ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.ડી ચૌધરી તથા નશાબંધી અને આબકારી અધીકારી ડી.આર ધોબી દ્વારા પ્રોહીબીશન મુદામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, જે.સી.બી., ઈ.સી.આર. ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી નાશ કરવામાં આવ્યો હતો .
અહેવાલ: ભારતી માખીજાણી