Abtak Media Google News
  • અસામાજીક તત્વો શારિરિક માનસીક ત્રાસ, વ્યાજખોરી સહિત અનેક ગુનાઓ કરતા
  • સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધકાર્યવાહી કરાઈ

Anjar: નાણાં ધીરધારનો ગેરકાયદે વેપલો ચલાવી લોકોને શારીરિક માનસિક પરેશાન કરવા સાથે મરવા સુધી મજબુર કરવાની પોલીસ ફરિયાદો બાદ પણ નિરંકુશ રહી સતત કાયદાનો ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં આવતા ઈસમો સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા છે. ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધિઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ છે, ત્યારે ગેરકાયદે વ્યાજે નાણાં ધીરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ક૨તી ટોળકી વિરૂધ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી સૂચના અંતર્ગત અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એઆર ગોહિલે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરવાતા અને સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરવાની મોડસ ઓપરેન્ડી વાળા તેમજ ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી “Organized Crime Syndicate” મુજબના ગુનાઓ આચરતા ઇસમો રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી સામે ધી ગુજરાત ડંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ -2015 મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

accused
accused

કુખ્યાત ગુનેગારો સામે અંજાર પોલીસ મથકે ગુજરાત નાણાની ધીરધાર કરવા બાબત અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42 મુજબનો ગુનો બનવા પામેલો. સદર ગુના કામેના આરોપીઓ રીયા ઈશ્વરગર ગૌસ્વામી, આરતી ઈશ્વરગર ગૌસ્વામી તથા તેજસ ઈશ્વરગર ગૌસ્વામી રહે. તમામ મંડલેશ્વર અંજાર વાળાઓએ શહેરમાં આવા પ્રકા૨ના અવાર નવાર ગુનાઓ આચરેલા હોઈ ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે મળીને મરવા મજબુર કરવા, એકસ્ટ્રોજન, મારામારી જેવા શરીર સબંધી ગુનાઓ તેમજ રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી, બળજબરીથી કઢાવી લેવુ જેવા ગંભીર પ્રકારના અને સતત ગુનાઓ આચરતી ટોળકી દ્વારા વ્યાજખોરીના ધંધામાં પોતાના આર્થિક ફાયદાસારૂ એકબીજાના સાથે સંકલનમાં રહી મેળાપીપણુ કરી, ટોળકી બનાવી,એકબીજાના સાગરીતો બની, પોતાનો સમાન ઈરાદો પાર પાડવાની નિયત બદલના ગંભીર ગુનાઓને ધ્યાને લઇ પોલીસે ગુજસીટોકની ગંભીર કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસના પગલાંથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહિલ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એસ.ચુડાસમા, પોલીસ સબ ઈમ્પેક્ટર જી.ડી.ગઢવી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.

આ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર  દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આમ પ્રજાજન આવા અસમાજીક તત્વો દ્વારા કોઈપણ પ્રકારે વ્યાજખોરીના દુષણનો ભોગ બનેલ હોય તો કોઈપણ ભય વગર કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર તથા અંજાર પોલીસ સ્ટેશનનો સપંર્ક કરવા અપીલ કરવામા આવી છે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.