- પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ગુમ થયેલ ફોન CEIR પોર્ટલ માધ્યમથી શોધી કાઢી માલીકને પરત સોપ્યા
- પોલીસ દ્વારા મોબાઈલ ફોન નંગ 21 શોધી કાઢી માલીકને પરત આપ્યા
- પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઇન્સપેકટર તથા પોલીસ સ્ટાફના માણસો દ્રારા કામગીરી કરાઈ
અંજાર પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન CEIR પોર્ટલ માધ્યમથી શોધી કાઢી મુળ માલીકને પરત સોપ્યા હતા. તેમજ પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સ્ટેશનએ જાતેથી રસ દાખવી અરજદારની મોબાઇલ ગુમની અરજી બાબતે સી.ડી.આર તથા સી.ઈ.આઈ પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોને સુચન કરેલ હોય જે બાબતે અંજાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અરજદા૨ની મોબાઇલ ગુમની અરજીઓ બાબતે સી.ડી.આર એનાલીસીસ કરી તેમજ સી.ઈ.આઈ પોર્ટલ માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ-21 શોધી કાઢયા હતા. તેમજ આ સફળ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર.એ.આર.ગોહીલ, પોલીસ સબ ઇન્સપેકટર.જે.એસ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો દ્રારા કરાઈ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, અંજાર પોલીસ સ્ટેશનમાં વિસ્તાર માંથી લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન CEIR પોર્ટલ માધ્યમથી શોધી કાઢી પોલીસ દ્વારા મુળ માલીકને પરત સોપવામાં આવ્યા હતા. મહે. ડી.જી.પી તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી સુચન કરેલ કે પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃતી કાર્યો કરવા સુચના આપવામાં આવી હતી.
જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર એ. આર. ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ જાતેથી રસ દાખવી અરજદારની મોબાઇલ ગુમની અરજી બાબતે સી.ડી.આર તથા સી.ઈ.આઈ પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોને સુચના કરેલ હોય જે બાબતે અંજાર પો.સ્ટે ખાતે આવેલ અરજદા૨ની મોબાઇલ ગુમની અરજીઓ બાબતે સી.ડી.આર એનાલીસીસ કરી તેમજ સી.ઈ.આઈ પોર્ટલ માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ-૨૧ શોધી કાઢી અંજાર પોલીસ સ્ટેશન ખાતે “ગુડ ગવનર્સ ડે ઉજવણી કાર્યક્રમ અર્તગત તેરા તુજ કો અર્પણ”નુ આયોજન કરી મોબાઈલ ફોનના મુળ માલીક/અરજદા૨ને તેઓના મોબાઇલ ફોન પોલીસ ઇન્સપકેટર એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર.એ.આર.ગોહીલ, પોલીસ સબ ઇન્સપેકટર.જે.એસ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે.
અહેવાલ: ભારતી માખીજાણી