- કરિયાવરમાં અભ્યાસ કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ તથા મેડલ રખાયા
- સમૂહલગ્ન પૂર્ણ થયા બાદ નવ પરિણીતોને રજીસ્ટારની હાજરીમાં લગ્ન સર્ટિફિકેટ અપાયા
- સમૂહ લગ્નમાં દર વર્ષે જોવા મળે છે કંઈક નવીનતા
અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન થાય છે. ત્યારે 26માં સમૂહલગ્ન મહોત્સવમાં સરપંચ દેવઇબેને દિકરીઓના કરિયાવરમાં કપડાં, દાગીના, ફર્નિચર સહિત દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ અને અન્ય કોર્ષમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ તથા મેડલ પણ સજાવીને રખાવ્યા હતા. સરપંચ દેવઇબેનનું વિચારવું એવું છે કે દીકરીને કરિયાવરમાં શું આપ્યું તેનાથી વિશેષ મહત્વનું દીકરીમાં રહેલું ટેલેન્ટ છે. તેમજ સમૂહલગ્ન પૂર્ણ થયા બાદ નવ પરિણીતોને રજીસ્ટારની હાજરીમાં લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અરજણભાઇ, રામજી કાનગડ, તેજાભાઈ, દાના કાનગડ તથા બચુ ઝાટીયા દ્વારા દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.
અનુસાર માહિતી મુજબ, અંજારમાં નગાવલાડીયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન થાય છે. આ વર્ષે 26માં સમૂહલગ્ન મહોત્સવમાં સરપંચ દેવઇબેને ગામમાં જે દિકરીઓના લગ્ન હતા. તેમના કરિયાવરમાં કપડાં, દાગીના, ફર્નિચર જેવી વસ્તુઓ સાથે દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ તથા અન્ય કોર્ષમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ અને મેડલ પણ સજાવીને રખાવ્યા હતા.
સરપંચનું વિચારવું એવું છે કે દીકરીને કરિયાવરમાં શું આપ્યું એનાથી વિશેષ મહત્વનું છે કે દીકરીમાં રહેલું ટેલેન્ટ બતાવવાની. દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ભણતરની દિશામાં આગળ વધારવા માટે આ એક અનોખો પ્રયોગ છે. આ સાથે સાથે દીકરીના માબાપને પણ ભણતર બાબતે પ્રોત્સાહિત કરી સજાગતા લાવવાનો આ પ્રયાસ છે. દેવઇબેનનું કહેવું છે ધન્ય છે એ માબાપ જે પોતાની દીકરીને ગામમાં,સમાજમાં, દેશમાં આગળ આવવામાં મદદ કરે છે.
નગાવલાડીયા ગામની વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે જે તેની મુખ્ય વિશેષતા છે. જે લગભગ આખા ગુજરાતમાં ક્યાંય નથી. એ છે સમૂહલગ્નમાં એ જ દિવસે એ જ મંડપમાં લગ્ન પૂર્ણ થયા બાદ તે લગ્ન મંડપમાં જ નવ પરિણીતને રજીસ્ટારની હાજરીમાં લગ્ન સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવે છે. સમૂહલગ્નનું સમગ્ર આયોજન અરજણભાઇ, રામજી કાનગડ, તેજાભાઈ, દાના કાનગડ તથા બચુ ઝાટીયા દ્વારા કરવામાં આવે છે. અને આયોજીત સમૂહ લગ્નમાં દર વર્ષે કઈકને કઈક નવીનતા જોવા મળે છે
અહેવાલ : ભારતી માખીજાણી