આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત શહેરની અનેક સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમ રાખી મહિલાઓને પ્રોત્સાહીત કરી છે. ત્યારે પોલીસ દ્વારા હેડકવાર્ટર ખાતે તા.9 ને મંગળવારને સવારે 11 કલાકે શકિત ટીમ દ્વારા મહિલાઓની સલામતિ અને સુરક્ષા માટે ભરોસા કેન્દ્ર અને સિનીયર સીટીઝનની સાર સંભાળ યોજનાને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે બન્ને યોજનાને ખુલ્લી મુકશે. સાથે સાથે આ કાર્યક્રમમાં શહેરની અગ્રણી મહિલાઓ તેમજ તાજેતરમાં મહાપાલિકાની ચુંટણીમાં ચુંટાયેલા મહિલા નગર સેવકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉપરાંત શહેરમાં વિવિધ ક્ષેત્રેમાં કામ કરતી મહિલાઓના યોગદાન બદલ તેમને સન્માનીત કરી પુરસ્કાર આપવામાં આવશે તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.
Trending
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં
- Light and Tasty Dinner : આ રીતે બનાવો સ્વાદિષ્ટ કોર્ન પુલાવ
- ઓછા પૈસામાં વધુ મજા, આ 6 શહેરોની મુલાકાત રહેશે યાદગાર
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT