108 સ્પર્ધક બહેનો એ ભાગ લીધો વિજેતા બહેનોને ઇનામ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા
શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડાની આગેવાનીમાં આગામી દિવસોમાં રક્ષાબંધનનું પાવન પર્વ આવી રહયુ હોય તેની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના મેયર બંગલા ખાતે બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
આ રાખડી સ્પર્ધામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કટઆઉટને બહેનોએ રાખડી બાંધી તેમનો ગ્રેટ કોરોના વોરીયર્સ તરીકે આભાર વ્યક્ત ર્ક્યો હતો. અને દરેક બહેનો ફોટાની યાદગીરીરૂપે ફોટોફ્રેમ આપી હતી. ત્યારે આ રાખડી સ્પર્ધામાં 108 સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. અને વિજેતા બહેનોને ઈનામ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુ, ભાનુબેન બાબરીયાએ જહેમત ઉઠાવી હતી.આ સ્પર્ધામાં દરેક વોર્ડમાંથી મહિલા કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ બહેનો ઉપસ્થિત રહયા હતા.
વડાપ્રધાન, મુખ્યમંત્રીના સ્ટેચ્યૂને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી: બિનાબેન આચાર્ય
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા રાખડી સ્પર્ધાનું અનોખું આયોજન કરેલ. શહેરની ઘણી બહેનોએ ભાગ લીધો છે. વોર્ડના બૂથ સુધીના મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના લે-આઉટને વર્ચ્યુઅલી રાખડી બાંધી છે અને તેઓને ભગવાન લાંબુ આયુષ્ય આપે. તેમની રક્ષા કરે તેવી બહેનોએ પ્રાર્થના કરી છે. રક્ષાબંધન પર્વનો માહોલ બંધાણો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ આપી છે. બહેનો પોતાની રીતે પગભર થઇ શકે, અધ્ધર થાય તે યોજનાઓ બનાવી છે.
રાખડી સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો: કિરણબેન માકડીયા (શહેર મહિલા મોરચા પ્રમુખ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયાએ જણાવ્યું હતું કે રક્ષાબંધન પર્વની દર વખતે જુદી-જુદી રીતે ઉજવણી કરીએ છીએ. ગયાં વર્ષે કોરોના વોરયર્સ તરીકે પોલીસ, સુરક્ષા કર્મીને રાખડી બાંધી હતી. આ વખતે રક્ષાબંધન પર્વે અમે મહિલા મોરચા દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કર્યુ છે. જેમાં 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. ઉત્સાહ સાથે રાખડી બનાવી છે. તે રાખડી મુખ્યમંત્રીને મોકલીશું. છેલ્લાં દોઢ વર્ષથી મુખ્યમંત્રી વિજયભાઇ રાત-દિવસ જોયા વગર ગુજરાતનું ધ્યાન રાખે છે. તેઓએ નાનામાં નાના માણસની ખેવના કરી છે ત્યારે આ કોરોનાની મહામારીમાં અમે બધી બહેનોએ વિચાર્યું કે વર્ચ્યુઅલી રાખડી બાંધી છે. જેમાં વિજયભાઇના લે-આઉટને રાખડી બાંધી છે. જે અહિંથી રાખડી ગાંધીનગર મોકલીશું.