રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૭માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરાયું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપભાઈ શુક્લ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટર મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, વોર્ડ નં.૦૭ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહેલ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, વોર્ડ નં.૦૭ યુવા મોરચો પ્રમુખ રાજેનભાઈ ત્રિવેદી, વોર્ડ નં.૦૭ મહિલા મોરચા પ્રમુખ ઉન્નતીબેન, ભાજપ અગ્રણી ઈશ્વરભાઈ જીતીયા, કીર્તિભાઈ રાવલ, બહાદુરભાઈ ગોહેલ, રસિકભાઈ મોરજરા, પ્રવિણભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ધ્રુવ, આસીસ્ટન્ટ કમિશનર કગથરા, ડેપ્યુટી એન્જી. પટેલિયા, વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
વોર્ડ નં.૦૭ એસ્ટ્રોન ચોક પાસે આવેલ બગીચામાં રૂ.૩૦ લાખના ખર્ચે વોર્ડ નં.૦૭ની વોર્ડ ઓફીસ બનાવવામાં આવેલ છે. આ વોર્ડ ઓફીસમાં આશરે ૨૫૦૦ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્ટાફ, સ્ટાફ માટેની વ્યવસ્થા તેમજ પ્રથમ માળે વોર્ડ ઓફિસરની ચેમ્બર તેમજ સિવિક સેન્ટર જેમાં વસુલાત માટેના ક્લાર્ક, ક્લાર્ક માટે બેસવાની વ્યવસ્થા તથા શહેરીજનો બેસી શકે તેવી સીટિંગ વ્યવસ્થા સાથે સુવિધા સભર વોર્ડ ઓફીસ બનાવવામાં આવેલ છે.