શ્રાવણના અંતિમ સોમવારે મુખ્યમંત્રીના પત્ની તથા ગૃહમંત્રીના પરિવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી
શ્રાવણ માસના અંતિમ સોમવારે પીતાંબર તેમજ પુષ્પશ્રૃંગારીત સોમનાથ દાદાની રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પરિવારે પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પીતાંબર, પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માન.ગ્રુહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી .સો.ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.